surat-airport ના 353 કરોડના પ્રોજેકટને ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય
surat-airport:ગુજરાતની આથક રાજધાની અને ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું હબ, મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે. surat-airportના સર્વગ્રાહી વિકાસ માટેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ માટે રુ. 353 કરોડના પ્રોજેકટને આગામી મહિનામાં ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છે.
હાલના ટર્મિનલ બિલ્ડીંગને વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત 8474 ચો.મિ.થી 25520 ચો.મિ. સુધી વિસ્તારાશે. ટમનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે 58 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. બિલ્ડિંગના વિસ્તરણ ઉપરાંત, એપ્રોનનું 5 પાકગ-બેથી 18 પાકગ-બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેક (2905 મિટર 30 મિટર)નું બાંધકામ પણ પ્રગતિમાં છે.
નવાં ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાર્કિંગ એરિયા પણ હશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, નવી અત્યાધુનિક વિસ્તૃત ટમનલ બિલ્ડીગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે, જેની વાષક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે. તમામ આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ, ટમનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરો-બ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે. નવાં ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાર્કિંગ એરિયા પણ હશે.-India News Gujarat
- 20 ચેકઇન કાઉન્ટર
- નવા ટર્મિનલ બિલ્ડીંગમાં 475 કારનું પાર્કિંગ થઇ શકશે
- હાલમાં એરપોર્ટ દેશના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે
ટમનલ 4-સ્ટાર ગ્રીન રેટીગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (જીઆરઆઇએચએ) રેટેડ ઉર્જા કાર્યક્ષમ ઇમારત હશે. ટમનલ બિલ્ડીંગના આંતરિક ભાગો ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે. સુરત એરપોર્ટ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાયને સેવા પૂરી પાડે છે, કારણ કે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે. એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટમનલ બિલ્ડીંગ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે, જેનાથી પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે.-India News Gujarat