HomeGujaratTapi district:ચોમાસા પહેલાં દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં જિલ્લા સ્ક્વોડની સરપ્રાઇઝ ચેકિંગ-India news Gujarat

Tapi district:ચોમાસા પહેલાં દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં જિલ્લા સ્ક્વોડની સરપ્રાઇઝ ચેકિંગ-India news Gujarat

Date:

Tapi district ના કુલ ૨૨ વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી

Tapi district:ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવા-બિયારણ અને ખાતર મળી રહે, ઉપરાંત ખેડૂતોને તેના ઉપયોગથી પાકને નુકસાન ના થાય એ માટે સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) સુરત દ્વારા આંતર જિલ્લા સ્ક્વોડની રચના કરી સુરત અને તાપી જિલ્લામાં કુલ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ૨૨ વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી હતી.

સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વલસાડ જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એન.કે ગાબાણીની આગેવાની હેઠળ અને સુરત જિલ્લામાં તથા નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક શ્રી પી. આર ચૌધરીની આગેવાની હેઠળ તાપી જિલ્લામાં સ્ક્વોડ ટીમ દ્વારા ગત તા.૨૫ મે થી તા.૨૮ મે સુધી ખાતર, દવા અને બિયારણનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું.

જેમાં દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખાતર નિયંત્રણ હુકમ, બિયારણ અધિનિયમ તેમજ જંતુનાશક દવા અધિનિયમોના, નિયમાનુસાર વેચાણ કરે છે કે કેમ? તેમજ ગુણવત્તા નિયંત્રણને લગતી ચકાસણી કરી દવા, બિયારણ અને ખાતરનાં શંકાસ્પદ લાગતા સુરતમાં ૯ અને તાપી જિલ્લામાં ૧૧ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમજ સુરત જિલ્લામાં રૂ.૧૮.૨૭ લાખ તથા તથા તાપી જિલ્લામાં રૂ.૧૧.૩૩ લાખ ના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું

નોંધનીય છે કે ખેડૂતોને ભેળસેળમુક્ત ખાતર, દવા અને બિયારણ મળી રહે તેમજ પાકને પણ કોઈ નુકશાન ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળ કરતા વિક્રેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.

 

SHARE

Related stories

Latest stories