HomeEntertainmentRIP KK : માથા અને ચહેરા પર ઈજાના નિશાન:કોલકાતા પોલીસે કેસ દાખલ...

RIP KK : માથા અને ચહેરા પર ઈજાના નિશાન:કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો-India News Gujarat

Date:

બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ KK 53 વર્ષની વયે નિધન

બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ KK તરીકે જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયા હતો. જે બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટલઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.-India News Gujarat

  • KK ના માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા
  • પોસ્ટમોર્ટમ બાદ  સત્ય આવશે સામે

માહિતી પ્રમાણે કેકેના કપાળ પર અને તેના ચહેરાની આસપાસ ઇજાઓના નિશાન મળી આવ્યા છે, અહેવાલ છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે, ત્યારબાદ કોલકાતા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જોકે, તબીબોનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે.

ગાયક કેકેના મૃત્યુ બાદ કોલકાતાના ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અ કુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા ઓળંગી ગઈ હતી.એસી કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત, પોલીસ આવી પરિસ્થિતિની પણ તપાસ કરી રહી છે, જેના કારણે પ્રદર્શન દરમિયાન કેકે બીમાર પડ્યા હતા.-India News Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

PM મોદીએ કહ્યું, KKના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક અવસાનથી હું દુઃખી છું. તેમનાં ગીતોએ લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શ્રૃંખલાને દર્શાવી છે. તેમનાં ગીતો તમામ વયના લોકો સાથે જોડાયેલાં છે. આપણે તેમનાં ગીતો મારફત હંમેશાં તેમને યાદ રાખીશું. PM મોદીએ KKના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: હર્ષદ મહેતા બાદ આવી રહી છે Scam

તમે આ વાંચી શકો છો: Smrat Prithviraj Promotion: Akshay Kumar પહોચ્યો સોમનાથ , પ્રથમ જ્યોતિર્લિંગનાં કર્યા દર્શન

SHARE

Related stories

Latest stories