દિલ્હીનું પ્રખ્યાત ચાંદની ચોક
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:દિલ્હી રાજધાનીના પ્રખ્યાત ચાંદની ચોકની શોપિંગ માર્કેટ, સદીઓથી ચાલી આવતી પરંપરાગત વાનગીઓ સાથે અન્ય ઘણી વસ્તુઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે.ચાંદની ચોક બજાર ત્રણ સદીઓથી વધુ સમયથી પોતાની રોનક પાથરી રહ્યું છે.ચાંદની ચોક માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.અહીં તમે માત્ર સ્થાનિક લોકો જ ખરીદી કરતા નથી,પરંતુ વિદેશીઓની મોટી ભીડ પણ અહીં જોઈ શકાય છે.ખાણી પીણીના શોખીનો માટે ચાંદની ચોક ખુબજ પ્રિય જગ્યા છે.અહીં કપડાંથી લઈને પગરખાં,ઘરના મસાલાથી લઈને પુસ્તકો સુધીની દરેક વસ્તુ એક જ જગ્યાએ અને ખૂબ જ વ્યાજબી ભાવે મળે છે તેથી આ જગ્યા પર લોકો ખરીદી કરવાનું પસંદ કરે છે.લગ્નની સિઝન હોય કે અન્ય તહેવારોની ખરીદી કરવા લોકો અહીં આવતા હોય છે.
દિલ્હી ચાંદની ચોક પરાઠાવાલી ગલી
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:પરાઠાવાલી ગલી ભારતની સ્વતંત્રતા ની લડત માં અનેરો યોગદાન હતું. ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓ અહીં બેસતાં, મિટીંગ કરતાં, લડતની યોજના ઘડતા અને ઘીમાં તળેલા પરોઠાનો સ્વાદ માણતા. અહીંના પરોઠાવાળા આઝાદીના લડવૈયાઓને નિ:શુલ્ક પરોઠા ખવડાવતા અને તેમ કરતાં-કરતાં એક વિશ્વવિખ્યાત પરોઠા બજારનું નિર્માણ થયું. જૂની દિલ્હીમાં ચાંદની ચોક પાસે આવેલી આ બજાર 1650 માં ઘરેણાં માટે વિખ્યાત હતી. 1870 થી અહીં પરોઠાની દુકાનો શરૂ થઈ.અહીં ના ગોબીપરાઠા, પરતપરાઠા, પ્લેનપરાઠા, ખીર, કાજુ-બદામવાળી રબડી વગેરે ખુબજ વખણાય છે. આ બજાર ન માત્ર વેજિટેરિયન પરંતુ એક અર્થમાં જૈન બજાર પણ છે કારણ કે અહીંની વાનગીઓમાં લસણ, ડુંગળીનો ઉપયોગ નહીંવત્ છે. દિલ્હીમાં બીજી ખાઉગલીઓ પણ છે જે પાણીપુરી, છોલેભટુરે, જલેબી, દિલ્હી ચાટ, રાજમાચાવલ અને મોમો માટે ખુબજ પ્રખ્યાત છે. આમ ચાંદની ચોક માં સ્વાદપ્રિય લોકો માટે અનેકો સ્વાદ આ બજાર ની ગલીઓ માં મળે છે.જે જગ વિખ્યાત બન્યા છે..
દિલ્હી ચાંદની ચોક બલ્લીમારન માર્કેટ
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:બલ્લીમારન નું નામ આવતાજ મિર્ઝા ગાલિબ નું નામ યાદ આવી જાય જૂની દિલ્હી ના બલ્લીમારન વિસ્તાર માં રહેતા,હિન્દી ફિલ્મોના અભિનેતા પ્રાણ સાહેબ પણ આ વિસ્તાર માં રહી ચૂક્યા છે હાલે આ બજાર ચશ્મા અને ફૂટવેરની દુકાનો માટે જાણીતું છે.અહીં હજારો ની વેરાએટી માં ચશ્મા અને શૂઝ જોવા મળે છે.વિન્ટેજ શૈલીના ચશ્મા અને પગરખાંથી લઈને નવીનતમ વલણો સુધી ની અડળક વેરાએટી અહીં પરવડે તેવી કિંમતો થી વહેંચાય છે જે લોકો ને ખુબજ આકર્ષે છે.
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:આમ તો ચાંદની ચોકની હરેક ગલી સાથે અનેરો ઇતિહાસ જોડાયલો છે.ન્યુ રોડ શાળા-કોલેજના પુસ્તકો,સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો અને રોજિંદા ઉપયોગની સ્ટેશનરી વસ્તુઓ માટે જાણીતો છે.નવલકથાઓ,અન્ય ભાષાઓમાં પુસ્તકો અને તમને જોઈતી દરેક વસ્તુથી સંબંધિત પુસ્તકો વેચાણ થતું હોય છે.અહીં તમને કેટલીક નવી અને કેટલીક વપરાયેલી પુસ્તકો ની સાથે વિવિધ ધર્મ ના પુસ્તકો સાથે વિવિધ ભાષા ઓ માં અન્ય સાહિત્ય પુસ્તકો પણ મળી જતા હોય છે. સાહિત્ય પ્રેમી લોકો અને સંશોધકો માટે અહીં પુસ્તકોનું ભંડાર છે.
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:ચાંદની ચોક વિસ્તાર દિલ્હી નું એક એવું માર્કેટ બની ગયું છે જ્યાં રોજ લાખો કરોડો નો વ્યાપાર થાય છે. અહીંના દરિબા કલાન માર્કેટ માં આર્ટિફિશિયલ જવેલરી માટે પ્રખ્યાત છે અહીં સિલ્વર ગોલ્ડ પેલેટ જવેલરી ની વિવિધ વસ્તુઓ અનેરી ડિઝાઈનો જોવા મળે છે.
ચાંદની ચોકની ખારી બાઓલી બજાર
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:ભારત તેના વિવિધ મસાલા માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. ભારત ના તેજાના અને મસાલા વિશ્વ પર રાજ કરે છે. રસોઇનો શોખ ધરાવતા લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન બની રહ્યું છે અહીં તાજા મસાલા અહીં મળી રહે છે. ખારી બાઓલી બજાર એક એવી જગ્યા છે, જ્યાં તમને દરેક પ્રકારના મસાલા અને જડીબુટ્ટીઓ, સૂકા ફળો સામાન્યથી લઈને વિદેશી મસાલા સુધી, અહીં એવું કંઈ નથી જે તમે શોધી શકતા નથી. એશિયાના સૌથી મોટા મસાલા બજારોમાંનું એક, ખારી બાઓલીનું નામ ખારા પાણીના કૂવા પરથી પડ્યું છે જે એક સમયે આ વિસ્તારમાં હતો. આજે પણ આ બજાર માં મસાલા ની તેજી જોવા મળે છે.
દિલ્હી ચાંદની ચોકનું કિનારી બજાર
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:દિલ્હીમાં લગ્નની ખરીદી માટે આ જગ્યા પ્રખ્યાત છે,અહીં સજાવટની વસ્તુઓ, લાઇટ્સ, મસાલા, ભેટો અથવા તમામ પ્રકારના લગ્નના કપડાં ની દુકાનો આવેલી છે. બજારમાં પ્રવેશતાની સાથે જ તમને ચમકદાર કાપડ, ઝરી બોર્ડર, એમ્બ્રોઇડરીવાળા કપડાં, ગોટા પત્તીની વિવિધતા, કપડાંની વસ્તુઓ, પાર્ટીના વસ્ત્રો, સૌથી વૈભવી માળા અને પુરુષોના સુંદર કપડાં નું આકર્ષણ અને વેરાઇટી લોકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.અહીંની ચાવરી બજારમાં પણ લગ્ન ખરીદી અને લગ્નના કાર્ડની ખરીદી લોકો કરે છે.
દિલ્હી ચાંદની ચોકમાં ભગીરથ પેલેસ
DELHI: ચાંદની ચોક: CHANDNI CHOK:સજાવટ માટે ફેન્સી અને ડિઝાઈનર લાઈટો માટે પ્રખ્યાત આ બજાર તેના ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રીકલ સામાન માટે એશિયાના સૌથી મોટા બજારોમાં જાણીતું છે. એટલું જ નહીં, એવી ઘણી દુકાનો છે જે તબીબી સાધનો અને એલોપેથિક દવાઓ પણ આપે છે. અહીં દરેક વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે ખરીદવા માટે ઉપલબ્ધ રહે છે..
આ પણ વાંચી શકો છો :UPSC Topper Shurti Sharma: ચાર વર્ષની મહેનતથી UPSC ટોપર બની, વાંચો શ્રુતિ શર્માની સક્સેસ સ્ટોરી
આ પણ વાંચી શકો છો :મેંગો મહોત્સવ:Mango Festival:INDIA NEWS GUJARAT