HomeBusinessGujarat DA Hike:સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ -India News Gujarat

Gujarat DA Hike:સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ -India News Gujarat

Date:

Gujarat DA Hike : ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી, જાણો ક્યારે અને કેટલો વધશે પગાર-India News Gujarat

  • Gujarat DA Hike: ગુજરાત સરકાર  આ મોટી જાહેરાતથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળવાનો છે.
  • રાજ્ય સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
  • ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 01 જુલાઈ 2021થી વધેલા DAનો લાભ મળશે.
  • 1લઈ મે ગુજરાત સ્થાપના દિને(Gujarat Foundation Day)  રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Gujarat DA Hike)વધારવાની જાહેરાત કરી છે.
  • કોરોનાકાળ દરમ્યાન કર્મચારીઓ સરકારના લાભથી વંચિત રખાયા હતા પરંતુ હવે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે ત્યારે સરકાર તને કર્મચારીઓના ભથ્થાઓ  સહિતના લાભ આપી રહી છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા DA અને DR માં વધારો અપાયા બાદ હવે રાજ્ય સરકાર પણ આગળ આવી છે.
  • ગુજરાત સ્થાપના દિનના ઉજવણી અવસરે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે.
  • ગુજરાતમાં આ કર્મચારીઓ અને પેન્શનરોની સંખ્યા 9.38 લાખ છે

કેટલા લોકોને ફાયદો મળશે?

  • ગુજરાત સરકારની આ મોટી જાહેરાતથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળવાનો છે.
  • રાજ્ય સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
  • ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 01 જુલાઈ 2021થી વધેલા DAનો લાભ મળશે.
  • રાજ્ય સરકારની આ જાહેરાતથી એવા લોકોને ફાયદો થશે જેઓ 7મા પગાર પંચનો લાભ મેળવી રહ્યા છે.
  • સરકારી આંકડા મુજબ ગુજરાતમાં આ કેટેગરીના કર્મચારીઓ અને પેન્શનરોની સંખ્યા 9.38 લાખ છે.

એરિયર્સ બે હપ્તામાં ચૂકવવામાં આવશે

  • રાજ્ય સરકારે એવી પણ માહિતી આપી હતી કે તમામ કર્મચારીઓ અને પેન્શનરોને છેલ્લા 10 મહિનાનું એરિયર્સ ચૂકવવામાં આવશે.
  • લાભાર્થીઓને છેલ્લા 10 મહિનાના ડીએનું એરીયર્સ બે હપ્તામાં આપવામાં આવશે.
  • પ્રથમ પાંચ મહિના માટે બાકીના પ્રથમ હપ્તાને મે 2022ના પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવશે.
  • ત્યારપછીના પાંચ મહિનાના એરિયર્સનો બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે આપવામાં આવશે. આ રીતે મે મહિનાથી લાભાર્થી કર્મચારીઓ અને પેન્શનધારકોને પહેલા કરતા વધુ પૈસા મળવા લાગશે.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

  • તમને જણાવી દઈએ કે ગઈકાલે  ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ હતો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ-અલગ ટ્વીટ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.
  • પીએમ મોદીએ પણ ગુજરાતના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, ‘ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર ગુજરાતના લોકોને મારી શુભેચ્છાઓ.
  • મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય ઘણા મહાન આત્માઓના વિચારોથી પ્રેરિત, ગુજરાતના લોકો વિવિધ સિદ્ધિઓ માટે પ્રશંસા કરે છે.
  • આવનારા વર્ષોમાં ગુજરાત વધુ પ્રગતિ કરતું રહે તેવી પ્રાર્થના. વડાપ્રધાને પણ ગુજરાતીમાં પોસ્ટ લખીને રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

તમે આ પણ વાંચી શકો છો-

PM Modi :ભલે 6 મહિના મોડુ થયુ પણ હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડો

તમે આ પણ વાંચી શકો છો-

PM Kisan Scheme : પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં

SHARE

Related stories

Latest stories