HomeGujaratગોલ્ડન જ્યુબિલી Awards 2019-20 અને 2020-21-India News Gujarat

ગોલ્ડન જ્યુબિલી Awards 2019-20 અને 2020-21-India News Gujarat

Date:

ગોલ્ડન જ્યુબિલી Awards 2019-20 અને 2020-21-India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ Awards આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે શનિવાર, તા. 28 મે, 2022 ના રોજ સાંજે 06:00 કલાકે સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં ગોલ્ડન જ્યુબિલી Awards એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. એવોર્ડ પ્રેઝન્ટેશન ફંકશનમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના સીઇઓ દિલીપભાઇ ઓમેન મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ Awardsનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, આર એન્ડ ડી, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે Awards નું વિતરણ કરે છે. ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે Awards નું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત Awards તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જયુબિલિ Awards યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ 2019–20 અને 2020–21 માટે 15 કેટેગરી જેટલા Awards આપવામાં આવશે.-India News Gujarat

Awards ના નામ….-India News Gujarat

  • . રિલાયન્સ Awards ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર
  • . રિલાયન્સ Awards ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર
  • . રિલાયન્સ Awards એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર
  • . શ્રી નિમીષ વશી Awards ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ
  • . શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી Awards ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
  • . કલરટેકસ Awards એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન
  • . Awards ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી
  • . Awards ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ
  • . Awards એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય એનજીઓ
  • . ફેરડીલ ફિલામેન્ટ્‌સ Awards ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમ.એસ.એમ.ઇ. સેગ્મેન્ટ
  • . Awards ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ
  • . મહાવીર સિન્થેસિસ Awards ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન
  • . શ્રીમતી ભવાનીબેન એન. મહેતા Awards એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ઓફ ધી ઇયર
  • . શ્રી ગિરધરગોપાલ મુંદડા Awards ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન ફોર ધી ઇયર
  • . Awards ફોર એકસલેન્સ ઇન ફાયનાન્શિયલ સર્વિસિસ (ઇન્ડસ્ટ્રીયલ ફાયનાન્સિંગ)

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બધા એવોર્ડમાં સુરત ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્વલંત કામગીરી કરનારી કંપનીઓને Awards આપવામાં આવશે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-surat-diamond-expo-2022-15થી 17 જુલાઇ સુધી યોજાશે બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પો

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat: VNSGU ના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા સંઘર્ષ

SHARE

Related stories

Latest stories