HomeGujaratsurat-diamond-expo-2022-15થી 17 જુલાઇ સુધી યોજાશે બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પો-India News...

surat-diamond-expo-2022-15થી 17 જુલાઇ સુધી યોજાશે બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પો-India News Gujarat

Date:

સુરતમાં યોજાશે બી ટુ બી કેરેટ્સ diamond-expo

surat-diamond-expo-2022:સમગ્ર વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં આગામી જુલાઇ માસમાં બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. આ ડાયમંડ એક્સ્પોમાં દેશ વિદેશના બાયર્સ મોટી સંખ્યામાં ભાગ લેશે અને સ્થાનિક ઉદ્યોગકારોને તેનો મોટો લાભ મળશે.

  • સુરતમાં યોજાશે બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પો
  • આગામી તા.15થી 17 જુલાઇ સુધી યોજાશે ડાયમંડ એક્સ્પો
  • અંદાજે 15 હજાર લોકો મુલાકાત લે એવી આશા
  • પ્રથમ વખત સિન્થેટીક ડાયમંડના પણ સ્ટોલ લાગશે

surat-diamond એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરિયા અને મંત્રી દામજીભાઇ માવાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અવધ યુટોપીયા ખાતે આગામી તારીખ 15થી 17મી જુલાઇ સુધી બી ટુ બી કેરેટ્સ surat-diamond-expo-2022નું આયોજન કરવામાં આવ્યુ છે. આ એક્સ્પોમાં અંદાજે પંદર હજાર જેટલા બાયર્સ ભાગ લેશે.-India News Gujarat

  • અમેરિકા, હોંગકોંગ, દુબઇ સહિતના દેશોમાંથી બાયર્સ સુરતમાં આવશે.
  • મશીનરી, રિયલ ડાયમંડ અને સિન્થેટીક ડાયમંડના કુલ 150 જેટલા સ્ટોલ લગાવવામાં આવશે.
  • પ્રથમ વખત જ આ એક્સ્પોમાં સિન્થેટીક ડાયમંડના ઉત્પાદકો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે.
  • લુઝ ડાયમંડના સેલીંગ માટેનું આ સૌથી મોટુ પ્રદર્શન બની રહેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

બી ટુ બી કેરેટ્સ ડાયમંડ એક્સ્પોના કન્વીનર ગૌરવ શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં જે પ્રિયમિર બાયર આવવાના છે તેમના માટે અવધ યુટોપીયા ક્લબ ખાતે 350 રૂમની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક્સ્પોમાં જ્વેલરી મેન્યુફ્રેક્ચરર્સ, સિન્થેટીક ડાયમંડ અને ડાયમંડ ટેકનોલોજીને લગતા મશીનરીના સ્ટોલ પણ અલગથી રાખવામાં આવ્યા છે.-India News Gujarat

એક્સ્પોના પ્રચાર પ્રસાર માટે દેશના વિવિધ શહેરોમાં જઇને રોડ શો કરવામાં આવી રહ્યા છે. આ એક્સ્પોમાં તમામ પ્રકારના ડાયમંડનું પ્રદર્શન અને વેંચાણ કરવામાં આવશે. જેનાથી સુરતના ઉદ્યોગકારોને મોટો લાભ મળશે તેમજ સુરતમાં બેસીને જ તેઓ વિદેશી કંપનીઓના બાયર્સ સાથે વેપાર કરી શકશે.-India News Gujarat

SHARE

Related stories

Latest stories