HomeBusinessSurat: VNSGU ના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા સંઘર્ષ -India...

Surat: VNSGU ના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા સંઘર્ષ -India News Gujarat

Date:

Surat: યુનિવર્સીટીના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિની રજુઆત-India News Gujarat

  • Surat: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા પદવી પ્રમાણપત્રોની ફીમાં કરવામાં આવેલો વધારો 48 કલાકમાં પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
  • જો વધારો પરત ખેંચવામાં નહીં આવશે તો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિરોધ પ્રદર્શન કરશે.
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પહેલા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના ઘર સુધી પદવી પ્રમાણપત્ર મોકલવાના 225 રૂપિયા ફી લેવામાં આવતી હતી.
  •  યુનિવર્સિટીના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કર્યા છે.
  • પ્રમાણપત્રની ફી 225 થી વધારીને 600 રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ હાલમાં વીમા, ફોલ્ડર સહિત પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો એમની પાસેથી 750 રૂપિયા ફી લેવામાં આવે છે….

48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે

  • આ પરિસ્થિતિને જોતા છાત્રા યુવા સંઘર્ષ સમિતિએ યુનિવર્સિટીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કુલપતિને કહ્યું હતું કે જો યુનિવર્સિટી પ્રમાણપત્રની ફીમાં કરેલો વધારો ઘટાડશે નહીં તો પછી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
  • છાત્ર સંઘર્ષ સમિતિએ આક્ષેપ કર્યો છે કે, ખાનગી કુરિયર કંપની દ્વારા વિદ્યાર્થીઓ પાસે 600 થી 750 અને વીમા સાથે 900 રૂપિયા ચાર્જ પણ વસુલવામાં આવે છે.
  • તેમ છતાં ખાનગી કંપનીના કર્મચારીઓ વિદ્યાર્થીઓને કુરિયર લેવા માટે પોતાના મનપસંદ સ્થળે પણ બોલાવતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.
  •  યુનિવર્સિટીનાં ઇતિહાસમાં પદવી પ્રમાણપત્રની ફીમાં એક સાથે આટલો મોટો વધારો ક્યારે થયો નથી.
  • જે પદવી માત્ર 30 થી 35 રૂપિયામાં છાપીને આપવામાં આવે છે…..India News Gujarat

આવકનું સાધન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

  • તેનો કુરિયરનો ખર્ચ ઉમેરવામાં આવે તો પણ વર્ષોથી યુનિવર્સિટી 225 રૂપિયામાં પદવી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવે છે.
  • તે જ પ્રમાણપત્રોની ફી 600 રૂપિયા કરવામાં આવી છે.
  • ફોલ્ડર અને કુરિયર વીમા સહિત પદવી પ્રમાણપત્રની ફી 750 રૂપિયા લઈને આવકનું સાધન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
  • આખા ગુજરાતમાં નર્મદ યુનિવર્સીટી જ એક એવી યુનિવર્સીટી એવી છે જે પદવી પ્રમાણપત્ર મોકલવા માટે પણ વીમો લેવામાં આવે છે…India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

 Surat : VNSGU ની પદવીના પ્રમાણપત્રોના ફોલ્ડર અને વીમાની ફીમાં તોતિંગ વધારો

તમે પણ આ વાંચી શકો છો –
SHARE

Related stories

Latest stories