HomeIndiaFrench Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ!...

French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ! -India News Gujarat

Date:

French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ! બાદમાં માગી માફી-India News Gujarat

  • French Open 2022: વિશ્વમાં નંબર 63 રોમાનિયાની બેગુએ રશિયાની એલેક્ઝાન્ડ્રોવાને 6-7(3) 6-3 6-4 થી હરાવી.
  • આ જીત બાદ બેગુ હવે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
  • ટેનિસ (Tennis) કોર્ટ પર, આપણે ઘણીવાર ખેલાડીઓને ગુસ્સામાં કંઈક એવું કરતા જોઈએ છીએ જે ન થવું જોઈએ.
  • ખેલાડીઓ આવું ત્યારે કરે છે જ્યારે તેઓ મેચ વિશે દબાણમાં હોય અથવા વધુ સારું રમ્યા પછી પણ તેમની ભૂલને કારણે પોઈન્ટ ગુમાવે છે.
  • ફ્રેન્ચ ઓપનની કોર્ટ પર પણ આવું જ દ્રશ્ય સર્જાયું હતું. મહિલા સિંગલ્સમાં રોમાનિયાની બેગુ અને રશિયાની એલેક્ઝાન્ડ્રોવા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો.
  • કોર્ટ નંબર 13 પર રમાઈ રહેલી આ મેચના ત્રીજા સેટના બીજા રાઉન્ડમાં જે થયું તે કદાચ ન થવુ જોઈએ.
  • રોમાનિયાના એક ખેલાડીએ મેચ જોવા આવેલા બાળકને પોતાના રેકેટથી ઇજા પહોંચાડી હતી.
  • વિશ્વની 63માં ક્રમાંકિત ખેલાડી બેગુએ ઉતાવળમાં આમ કર્યું, પરંતુ પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા નાનુ બાળક તેનાથી ડરી ગયુ. જો કે, જ્યારે બેગુ (Irina-Camelia Begu) ને તેની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેણે ઘટનાની સત્યતા જણાવતા માફી પણ માંગી.
  • આ મેચમાં રોમાનિયાની ખેલાડી બેગુએ જીત મેળવી હતી. તેણીએ રશિયન નંબર 30 એલેક્ઝાન્ડ્રોવાને 6-7(3) 6-3 6-4થી હરાવ્યી હતી.
  • આ જીત બાદ, બેગુ હવે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો આગળનો મુકાબલો લીઓલિયા જિન-જિન સામે થશે, જેણે ફ્રેન્ચ ઓપનમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.

કોર્ટ પર ફેંકવામાં આવેલ રેકેટ ઉછળીને બાળકને વાગ્યુ

  • રશિયન ટેનિસ સ્ટાર સામે ત્રીજા સેટમાં બ્રેક પોઈન્ટ ચૂકી જતાં બેગુ પોતાની જાતથી થોડી નારાજ દેખાતી હતી.
  • બસ એ જ ગુસ્સામાં તેણે કોર્ટ પર પોતાનું રેકેટ માર્યું.
  • પરંતુ તે ઉછળીને પ્રેક્ષક ગેલેરી તરફ ગયુ અને એક નાના બાળકના માથામાં જઈને વાગ્યુ.
  • આ ઘટના બાદ ચેયર અમ્પાયરે સુપરવાઈઝરને આ મામલે દરમિયાનગીરી કરવા કહ્યું હતું.
  • ચેયર અમ્પાયરે માત્ર એ જોયું કે બાળક રડી રહ્યુ હતુ, તેણે એ જોયું નહીં કે તેને રેકેટથી ઈજા થઈ છે કે નહીં.

આ ઘટના બાદ ખેલાડીએ માફી માંગી હતી

  • જો કે આ ઘટના બાદ રોમાનિયાના ખેલાડીએ માફી માંગી લીધી છે. તેણે કહ્યું કે તેનો એવો કોઈ ઈરાદો નથી.
  • તેણે કહ્યું કે મેં કોર્ટ પર રેકેટ ફેંક્યું હતું. મને ખબર ન હતી, તે એટલું ઉછળશે કે દર્શકો સુધી પહોંચી જશે. બેગુએ કહ્યું કે મેં મારી કારકિર્દીમાં આવું ક્યારેય કર્યું નથી.

અગાઉ બનેલી આવી ઘટનાઓનું પરિણામ ખેલાડીઓએ ભોગવવું પડ્યું હતું

  • તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના માટે એલેક્ઝાન્ડર ઝિરોવને મેક્સિકન ઓપનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ તેણે ચેયર અમ્પાયરને રેકેટ વડે માર્યો, જ્યારે નોવાક જોકોવિચને યુએસ ઓપન 2020 માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો કારણ કે તેણે જજને બોલ માર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો-

French Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક થીમ

તમે આ પણ વાંચી શકો છો-

French Open 2022 :શું Rafael Nadal ફ્રેન્ચ ઓપન 2022માં નહીં રમે?

SHARE

Related stories

Latest stories