RECRUITMENT
રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ પ્રધાને આજે ટ્વીટ કરીને મહત્વની જાહેરાત કરી છે. જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, દિવ્યાંગ વિધાર્થીઓ માટે 1,500 શિક્ષકોની ભરતી(Recruitment in the education department) કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી નજીક આવતા અલગ અલગ વિભાગો દ્વારા સરકારી (RECRUITMENT) ભરતીઓ બહાર પાડવામાં આવી રહી છે. ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો વિપક્ષ ઉઠાવી ન શકે જેને ધ્યાને રાખીને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ભરતીની જાહેરાત કરીછે. જિલ્લા કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી ત્રણ કેટેગરીમાં કુલ 1,500 જેટલી જગ્યાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
- જિલ્લાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી ત્રણ કેટેગરીમાં કુલ 1,500 જેટલી જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે.
- એજ્યુકેટરની ભરતીની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો, 26 મે થી 8 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
- આ તમામ સ્પેશિયલ એજ્યુકેટરને 11 માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ પર રોજગારી આપવામાં આવશે.
- જ્યારે આ ત્રણેય કેટેગરીમાં માસિક મહેનતાણુ 15,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.