HomeBusinessSurat : વેકેશનમાં કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી-India News Gujarat

Surat : વેકેશનમાં કોર્પોરેશને સોમવારની રજા પણ રદ્દ કરી-India News Gujarat

Date:

Surat : વેકેશનમાં નેચરપાર્ક, ગોપીતળાવ અને બાગ બગીચાઓમાં મુલાકાતીઓની સંખ્યા વધી-India News Gujarat

  • Surat: ગોપી તળાવ અને નેચર પાર્કની જેમ પાલ ખાતેનું મ્યુનિસિપલ એક્વેરિયમ પણ સુરતના લોકોનું પ્રિય માછલીઘર બની રહ્યું છે.
  • કોરોનાના સમયમાં માત્ર ઓનલાઈન બુકિંગ હતું, પરંતુ હવે ટિકિટ લેવા માટે માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો જોવા મળે છે.
  • હાલની રજાના કારણે સુરત(Surat)મહાનગરપાલિકાના મનોરંજન સ્થળોએ વેકેશનમાં (Vacation) લોકોએ  કબજો જમાવી દીધો છે.
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલય,(Zoo)નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિતના શહેર અને બગીચાઓમાં હાઉસફુલ જેવું વાતાવરણ છે.
  • લોકો તેનો વધુ લાભ લે તે માટે મહાનગરપાલિકાએ સોમવારની રજા પણ રદ કરી છે.
  • શાળા કોલેજોમાં રજાના કારણે લોકોના ધસારાની સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.
  • શાળા-કોલેજની રજાઓ નજીક આવી રહી છે ત્યારે ઘણા સુરતીઓ ફરવા નીકળી પડ્યા છે.
  • સુરતમાં રહેતા લોકોના ઘરે અન્ય શહેરો કે રાજ્યોમાંથી મહેમાનો આવે ત્યારે તેમને સુરતના લોકો તેમને મહાનગરપાલિકાના પ્રવાસના સ્થળે લઈ જાય છે.

સોમવારની રજા પણ રદ કરવામાં આવી

  • સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું મ્યુનિસિપલ ઝૂ (નેચર પાર્ક) હાલમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે.
  • શૈક્ષણિક રજાઓ ઉપરાંત, શનિવાર અને રવિવારે બાગ બગીચાઓમાં પણ કીડીયારું જોવા મળે છે.
  • હાલની ગરમીની સિઝનમાં કુદરતી વાતાવરણ ધરાવતા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે.
  • પાલિકાના નેચર પાર્કમાં સોમવારે જાહેર રજા હોય છે, પરંતુ રજાના દિવસે લોકોના ધસારાને કારણે સોમવારની રજા પણ રદ કરવામાં આવી છે.

ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી

  • તેવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
  • ગોપી તળાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનોરંજન માટે આવી રહ્યા છે.
  • લોકો ગોપી તળાવમાં બોટિંગ કરીને ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
  • નેચર પાર્કની જેમ, ગોપી તળાવ નેચર પાર્ક પણ મુલાકાતીઓથી ભરેલો હોય છે.

માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો

  • ગોપી તળાવ અને નેચર પાર્કની જેમ પાલ ખાતેનું મ્યુનિસિપલ એક્વેરિયમ પણ સુરતના લોકોનું પ્રિય માછલીઘર બની રહ્યું છે.
  • કોરોનાના સમયમાં માત્ર ઓનલાઈન બુકિંગ હતું, પરંતુ હવે ટિકિટ લેવા માટે માછલીઘરની બહાર દર્શકોની લાંબી લાઈનો જોવા મળે છે.
  • આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના મોટાભાગના બગીચા ચાલુ રજાના દિવસોમાં ખીચોખીચ ભરાયેલા રહે છે.
  • વેકેશનના દિવસોમાં સુરત મહાનગરપાલિકાના આ પ્રોજેકટ કોર્પોરેશન માટે કમાઉ દીકરા જેવા સાબિત થાય છે.
  • દર વર્ષે દિવાળી અને ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો આ પ્રોજેકટની મુલાકાત અચુકથી લેતા હોય છે, જેના કારણે મહાનગરપાલિકાને પણ સારા પ્રમાણમાં આવક મળી રહે છે.

તમે આ પણ વાંચી શકો છો-

Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ

તમે આ પણ વાંચી શકો છો-

Surat : SMC ના સાઇકલ ટ્રેક બન્યા ટુ વ્હીલર વાહનો માટે પાર્કિંગ પ્લેસ

SHARE

Related stories

Latest stories