HomeBusinessOYO IPO : શેરબજારની અસ્થિરતાને લઈ OYO એ IPO લોન્ચ કરવા અંગે...

OYO IPO : શેરબજારની અસ્થિરતાને લઈ OYO એ IPO લોન્ચ કરવા અંગે લીધો આ મોટો નિર્ણય-India News Gujarat

Date:

OYO IPO : શેરબજારની અસ્થિરતાને લઈ OYO એ IPO લોન્ચ કરવા અંગે લીધો આ મોટો નિર્ણય-India News Gujarat

  • OYO IPO: સૂત્રના જણાવ્યા અનુસાર એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર પછી બજારની સ્થિતિમાં સુધારો થવાનું શરૂ થશે જેના કારણે આ ઈશ્યુને સારો પ્રતિસાદ મળી શકે છે.
  • અનુમાન અનુસાર આવી સ્થિતિમાં જ્યારે  કારોબારમાં રિકવરી હજુ ચાલુ છે.
  • વર્તમાન શેરબજાર(Share Market)ની અસ્થિરતાની અસર હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ક્ષેત્રની કંપની OYOના આઇપો (OYO IPO) પર જોવા મળી રહી છે.
  • કંપની હવે સપ્ટેમ્બર પછી તેનો IPO લાવવાની યોજના બનાવી રહી છે.
  • કંપનીએ આ સંબંધમાં માર્કેટ રેગ્યુલેટર સેબી(Securities and Exchange Board of India – SEBI)ને પત્ર લખીને તેની અરજી અપડેટ કરવા વિનંતી કરી છે.

કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સેબીમાં IPO માટે અરજી કરી હતી.

કારોબારમાં રિકવરી હજુ ચાલુ છે

  • સૂત્રોના જણાવ્યા અનુસાર બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની હવે પહેલા કરતા ઓછા વેલ્યુએશન સાથે ઈશ્યુ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
  • અગાઉ આ પ્લાન 11 અબજ ડોલરના વેલ્યુએશન માટે હતો પરંતુ હવે કંપની 7-8 અબજ ડોલરના વેલ્યુએશન માટે તૈયાર છે.
  • સૂત્રના જણાવ્યા અનુસાર એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર પછી બજારની સ્થિતિમાં સુધારો થવાનું શરૂ થશે જેના કારણે આ ઈશ્યુને સારો પ્રતિસાદ મળી શકે છે.
  • અનુમાન અનુસાર આવી સ્થિતિમાં જ્યારે  કારોબારમાં રિકવરી હજુ ચાલુ છે.
  • કંપની માની રહી છે કે રિકવરીના આંકડા પહેલા હાંસલ કરવા જોઈએ ત્યારબાદ તેને રોકાણકારોની સામે મુકવા જોઈએ. પીટીઆઈના જણાવ્યા અનુસાર જ્યારે આ અંગે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપનીએ કોઈ જવાબ આપ્યો ન હતો.

બજારની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા

  • સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં લિસ્ટેડ કંપનીના શેરના ભાવની સ્થિતિ જોયા પછી લોકોમાં સેન્ટિમેન્ટ વધુ બગડ્યું છે.
  • આ સ્થિતિમાં કંપનીના પ્રદર્શનની મદદથી રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
  • હાલમાં કંપનીના બિઝનેસમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં Oyo વધુ એક ક્વાર્ટરની રાહ જોઈ શકે છે.
  • કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર Oyoને નાણાકીય વર્ષ 2021માં 1744 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

કંપનીનું વેલ્યુએશન શું હશે?

  • કંપનીની સૂચિત યોજના અનુસાર IPOમાં રૂ. 7000 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને રૂ. 1430 કરોડના વેચાણની ઓફર છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓફર ફોર સેલ આવશે નહીં.
  • કંપનીનું વેલ્યુએશન 7 થી 8 બિલિયન ડોલરની આસપાસ રહશે. જે અગાઉના 11 બિલિયન ડોલરના અંદાજ કરતાં ઓછું છે.
  • અગાઉ જ્યારે Oyo એ માઇક્રોસોફ્ટ પાસેથી 5 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા ત્યારે આ ડીલ 9.6 બિલિયન ડોલરના મૂલ્યાંકનના આધારે કરવામાં આવી હતી.

તમે આ વાંચી શકો છો-

Stock Update :જાણો આજે ક્યાં શેર્સ કરાવી રહ્યા છે લાભ

તમે આ વાંચી શકો છો-

Safe Investment: શું તમે સલામત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો?

SHARE

Related stories

Latest stories