HomeGujaratSurat સહિત દક્ષિણ ગુજરાતમાં primonsoon એક્ટિવિટી શરૂ-India News Gujarat

Surat સહિત દક્ષિણ ગુજરાતમાં primonsoon એક્ટિવિટી શરૂ-India News Gujarat

Date:

Surat સહિત દક્ષિણ ગુજરાતમાં  વરસાદી ઝાપટા

Surat શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની  અપર એર સર્કયુલેશનને લીધે અરબ સાગરમાંથી વાદળો ખેંચાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાંprimonsoonએક્ટિવિટીનો  પ્રારંભ થઈ ગયો છે. જેનાં કારણે શહેરમાં ઝડપી પવનો સાથે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.

  • ઝડપી પવનોથી લોકોને ગરમીમાં ઘણાં અંશે રાહત મળી
  • રાજસ્થાન પર અપર એર સર્કયુલેશનને લીધે આબોહવાકીય ફેરફાર જોવા મળ્યા
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં primonsoon એક્ટિવિટી શરૂ

Surat શહેરમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. જયારે આજે સવારે પણ શહેરમાં પ્રતિ કલાકે 14 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. સવારથી જ ઝડપી પવનના કારણે ઊડતી ધૂળની ડમરીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેર અને જિલ્લામાં ચારેક દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુસવાટાભેર પવનો ફુંકાય છે. ઝડપી પવનોથી લોકોને ગરમીમાં ઘણાં અંશે રાહત મળી છે. પરંતુ ઉકળાટનો દોર હજું યથાવત છે.

મેની 25-26 તારીખે પ્રિમોન્સૂન એક્ટિવિટી વધારે એક્ટીવ થશે

હવામાન વિભાગે હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થયાના સંકેત આપ્યા છે. તેઓએ આગામી કરી છે કે 25 અને 26 તારીખે સિસ્ટમ વધારે અક્ટિવ થવાની સંભાવના છે. એટલે કે આ બે દિવસ દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. આગામી બે-ત્રણ દિવસ શહેરમાં વાતાવરણનો આ મિજાજ જળવાયેલો રહેશે.-India News Gujarat

જૂનના બીજા અઠવાડિયે ચોમાસું આવે તેવી શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં મે મહિનાના અંત સુધીમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. જો ચોમાસુ સમયસર આગળ વધે તો દક્ષિણ ગુજરાત સુધી જૂન મહિનાના બીજા અઠવાડિયા સુધી ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યકત કરી છે.

રાજસ્થાન પર અપર એર સર્કયુલેશનને લીધે આબોહવાકીય ફેરફાર 

આ સિસ્ટમને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. અરબ સાગરમાંથી વાદળોનો સમૂહ ખેંચાતા શહેરમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે. આજે હવામાં 69 ટકા ભેજની સાથે શહેરમાં 17 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: Takshashila અગ્નિકાંડની ઘટનામાં 15થી વધુ લોકોને બચાવનાર ત્રણ વર્ષથી પથારીવશ

તમે આ વાંચી શકો છો: PM Kisan:અયોગ્ય ખેડૂતોને ફટકારવવામાં આવી નોટિસ

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories