HomeBusinessSurat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો...

Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ-India News Gujarat

Date:

Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે-India News Gujarat

  • Surat : આ બીજા બે રંગની કચરાપેટીઓ (Dustbin ) ઉમેરવાનો આશય જ એ છે કે સૂકા અને ભીના કચરાની સાથે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેસ્ટ મટિરિયલને પણ અલગ તારવી શકાય અને તેનો તે રીતે નિકાલ કરી શકાય.
  • સુરત મહાનગરપાલિકા (SMC)  દ્વારા કચરાઓને વધુ સારી રીતે અલગ કરી શકાય તે માટે શહેરના મુખ્ય રસ્તાઓ (Road ) પર બે ને બદલે હવેથી ચાર રંગની કચરાપેટી (Dustbin )  મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેરમાં જાહેરમાં કચરાનું બે રીતે જ વર્ગીકરણ કરવામાં આવતું હતું. જાહેર રસ્તાઓ પર લીલી અને ભુરા કલરની ડસ્ટબિન મુકવામાં આવતી હતી. જેમાં ભીનો અને સુકો કચરો અલગ અલગ નાંખવા માટે બે ડસ્ટબિન મુકાઈ હતી પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં બે નહી પણ ચાર જુદા જુદા વર્ગીકૃત કચરા માટે ડસ્ટબિનો મુકવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ભુરી, લીલી, લાલ અને પીળા કલરની ડસ્ટબિન મુકવામાં આવશે. હાલમાં અઠવા ઝોન વિસ્તારમાં ચાર ડસ્ટબિન મુકાઈ છે અને હવે ધીરે ધીરે આખા શહેરમાં મુકાશે

કયા કલરની ડસ્ટબિનમાં કયો ક્ચરો લેવાશે?

  1. લીલી ડસ્ટબિનઃ ભીનો કચરો,
  2. ભુરી ડસ્ટબિનઃ સુકો કચરો
  3. પીળી ડસ્ટબિનઃ નકામા પ્લાસ્ટિકની વસ્તુ, રમકડા, સૌંદર્ય પ્રસાધનો, બોટલ/ટ્યુબ, ચિપ્સના પેકેટ, પ્લાસ્ટિક બોટલ, બ્રશ
  4. લાલ ડસ્ટબિન : ડાયપર/સેનેટરી નેપકીન, રેઝર/બ્લેડ, બેટરીઓ, સીડી/ટેપ, થર્મોમીટર, બલ્બ/ટ્યુબલાઈટ

કન્ટેનર ફ્રી સીટી બનાવવામાં આવી છે

  •  સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને નંબર વન બનાવવા માટે ખુબ મહેનત કરવામાં આવી રહી છે.
  • ત્યારે આમ તો કચરાના મોટા કન્ટેનર શહેરના માર્ગો પરથી ઉઠાવી લઈને શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવવામાં આવી છે.
  • નાની કચરાપેટીઓ શહેરના મુખ્ય માર્ગો પર મુકવામાં આવી છે. જેથી જાહેર માર્ગો પર થતા કચરાના ઢગને અટકાવી શકાય.

આ પહેલા smc કઈ રીતે કામ કરતુ હતું?

  • આ પહેલા મહાનગરપાલિકા દ્વારા બે રંગની લીલા અને ભૂરા રંગની જ કચરાપેટીઓ મુકવામાં આવતી હતી. જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવાની સમજ લોકોને પણ આપવામાં આવી હતી.
  • ખાસ કરીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓમાં પણ બે અલગ ભાગમાં સૂકા અને ભીના કચરાને ઉઘરાવવામાં આવતો હતો. ત્યારે હવે બીજા બે રંગ જેમાં પીળો અને લાલ રંગ પણ ઉમેરવામાં આવ્યો છે. જેમાં પીળા રંગની ડસ્ટબીનમાં હવે પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરી શકાશે, જયારે લાલ રંગની કચરાપેટીમાં બાળકોના ડાયપર, સેનેટરી નેપકીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક વેસ્ટ મટીરીયલ લેવામાં આવશે.
  • મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કચરામાંથી પ્લાસ્ટિકનું પ્રમાણ પણ ઘણું નીકળે છે. તેથી આ બીજા બે રંગની કચરાપેટીઓ ઉમેરવાનો આશય જ એ છે કે સૂકા અને ભીના કચરાની સાથે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેસ્ટ મટિરિયલને પણ અલગ તારવી શકાય અને તેનો તે રીતે નિકાલ કરી શકાય.

તમે આ વાંચી શકો છો-

SMC E vehicles માટે 25 સ્થળે 13.59 કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવશે

તમે આ વાંચી શકો છો-

Surat  માં “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન,અયોધ્યા રામ મંદિરનો આબેહૂબ બનાવ્યો સેટ

SHARE

Related stories

Latest stories