HomeIndiaFrench Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક...

French Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક થીમ-India News Gujarat

Date:

French Open 2022: સતત 10 હારની સાથે પહેલા રાઉન્ડમાંથી બહાર થયો ડોમિનિક થીમ-India News Gujarat

  • French Open 2022 : ફ્રેન્ચ ઓપન (French Open) ના પહેલા જ દિવસે મોટો અપસેટ થયો. ડોમિનિક થીમ (Dominic Thiam) અને મુગુરુઝાની હાર. ATP ટૂર પર થીમની છેલ્લી જીત મે 2021માં હતી.
  • વિશ્વના ત્રીજા નંબરના ભૂતપૂર્વ ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ (Dominic Thiem) રવિવારે સતત 10મી હાર સાથે ફ્રેન્ચ ઓપન (French Open 2022) ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા.
  • 28 વર્ષીય હ્યુગો ડેલિયન સામે સીધા સેટમાં 3-6, 2-6, 4-6 થી પરાજય થયો હતો.
  • વિશ્વ રેન્કિંગમાં ઘટાડો અને સળંગ 10મી હાર બાદ કદાચ તેમના માટે લોઅર લેવલની ચેલેન્જર ટૂર્નામેન્ટમાં રમીને જીતવાનો અને આત્મવિશ્વાસ મેળવવાનો સમય આવી ગયો છે.
  • ડોમિનિક થીમ જે 2018 માં પેરિસમાં રાફેલ નડાલ સામે અને 2020 ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ સામે રનર-અપ હતો તેણે મે 2021 માં ATP ટૂરમાં તેની અગાઉની જીત રેકોર્ડ કરી હતી.
  • વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે, આકાશ વાદળછાયું રહ્યું હતું અને કેટલાક પ્રસંગોએ હળવો વરસાદ પડ્યો હતો.
  • મહામારી બાદ સ્ટેડિયમની ક્ષમતાના 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી અને દર્શકોએ સ્ટેન્ડમાં માસ્ક પહેરવાનું ફરજિયાત ન હતું.

French Open 2022 ની મેચના પરિણામો

  • છઠ્ઠો ક્રમાંકિત સ્પેનના 19 વર્ષીય કાર્લોસ અલ્કેરેઝે યુઆન ઇગ્નાસિયો લોન્ડેરોને 6-4, 6-2, 6-0થી હરાવ્યો હતો.
  • અમેરિકાની 18 વર્ષની કોકો ગોફે પણ કેનેડાની ક્વોલિફાયર રેબેકા મેરિનોને 7-5, 6-0થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. પરંતુ પોલેન્ડની 56મી ક્રમાંકિત મેગ્ડા લિનેટે છઠ્ઠી ક્રમાંકિત ટ્યુનિશિયાની ઓન્સ જાબુરને 3-6 થી હરાવી હતી.
  • 7-6 (4), 7-5 થી હરાવીને નોકઆઉટમાં સ્થાન મેેળવ્યું. 2016 ની ચેમ્પિયન ગાર્બાઈન મુગુરુઝાને વિશ્વની 46 ક્રમાંકની એસ્ટોનિયાની કાઈઆ નેપીએ 2-6, 6-3, 6-4 થી હાર આપી હતી.
  • મુગુરુઝાને સતત બીજા વર્ષે પેરિસમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ફેલિક્સની જબરદસ્ત જીત

  • પુરુષ સિંગલ્સમાં નવમાં ક્રમાંકિત ફેલિક્સ અગર એલિયાસિમે ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા પ્રયાસમાં પ્રથમ 2 સેટ ગુમાવ્યા બાદ તેની પ્રથમ જીત નોંધાવી હતી.
  • કેનેડાના 20 વર્ષીય એલિયાસિમે ડેબ્યૂ કરનાર પેરુવિયન ક્વોલિફાયર યુઆન પાબ્લો વેરિલાસને 2-6, 2-6, 6-1, 6-3, 6-3 થી હરાવ્યો હતો.
  • મહિલા વિભાગમાં યુએસ ઓપન 2017 ની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ, વિશ્વમાં નંબર 23 જીલ ટિચમેન, 26માં નંબરની ખેલાડી સોરાના ક્રિસ્ટિયા જ્યારે પુરુષોની કેટેગરીમાં નંબર 3 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, નંબર 18 ગ્રિગોર દિમિત્રોવ, નંબર 23 જ્હોન ઈસ્નર અને 26માં નંબરની ખેલાડી સોરાના ક્રિસ્ટિયા છે.
  • વિભાગ બોટિન વાન ડી ગેન્ડસ્ચલ્પ પણ જીત નોંધાવવામાં સફળ રહ્યો.

તમે પણ આ વાંચી શકો છો –

Archery World Cup Stage 2: કંપાઉન્ડ પુરુષ ટીમે સિલ્વર મેડલ પાક્કો કર્યો

તમે પણ આ વાંચી શકો છો –

Commonwealth Games 2022-વિનેશ-સાક્ષીએ મારી બાજી

SHARE

Related stories

Latest stories