HomeGujaratworld largest Diamond Bourse નું 100% કામ પૂર્ણ,5 જૂને થશે ગણેશ સ્થાપના-India...

world largest Diamond Bourse નું 100% કામ પૂર્ણ,5 જૂને થશે ગણેશ સ્થાપના-India News Gujarat

Date:

Surat Diamond Bourse ના 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરશે

Surat Diamond Bourse:આખરે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે.સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થયુ છે. 5 જૂને Surat Diamond Bourse માં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી  કરશે  જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા એવી છે કે અંદાજે 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના મુખ્ય ગેટનું લોકાર્પણ વડાપ્રધાન કરે એવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. જો કે, કમિટીના કેટલાક આગેવાનોનો એવો મત છે કે બુર્સનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે.-India News Gujarat

  • કુલ 4200 ઓફિસ આવી છે ડાયમંડ બુર્સમાં
  • 5 જૂને Surat Diamond Bourseમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે.
  • તમામ ઓફિસના માલિક પ્રગટાવશે દિવા
  • 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે
  • દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. 
  • પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ 
  • અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી 
  • જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે.
  • સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
  • સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે
  • Surat Diamond Bourseની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે.

suratમાં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ 

અહીં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનતા મુંબઈ અને વિદેશના વેપારીઓએ અહીં બુકિંગ કરાવ્યું જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણે ખૂણાથી જ્યારે બાયર્સ અહીં આવશે, ત્યારે જે MSME સાથે જોડાયેલા જે લોકો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે. ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે.

દેશ અને વિદેશના વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ સાકાર

દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને Diamond Bourse પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેની ઉપર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહી છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.-India News Gujarat

surat Diamond Bourseની ખાસિયતો

આ પ્રોજેક્ટની બાંધકામ લાગત આશરે રૂપિયા 2500 કરોડ છે.ચાર હજારથી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.16 માળના 9 ટાવરમાં 4500 ઓફિસ છે.પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાશે. તમામ ટાવરમાં 128 લિફ્ટ છે.16માં માળ પર 18 સેકન્ડમાં પહોંચી શકાય છે.અહી 1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ સાથે 46 હજાર ટન સ્ટીલનો વપરાશ થશે.એક જ જગ્યા પર અહી રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટના કારણે સુરતમાં બે લાખ કરોડનો વેપાર આવનાર દિવસોમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે.બિલ્ડિંગમાં આગ ઓલવવાની મશીનરી 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે.બિલ્ડિંગની ઈમારત ઉપર 400 કેવી સોલાર રૂફની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.જેથી વીજળી અને પાણીની મોટાપાયે બચત થઈ શકશે.-India News Gujarat

 

SHARE

Related stories

Latest stories