ફેમસ કચ્છી દાબેલી
“કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા”કચ્છી દાબેલી નહિ ખાયા તો કુછ નહિ ખાયા “
કચ્છી દાબેલી : kutchi Dabeli: INDIA NEWS GUJARATI:કોલેજ ની કેન્ટીન હોય હોટલ હોય કે નાસ્તા ની લારી દાબેલી એ પોતાનું સ્થાન બનાવી લીધું છે.યુવાનો થી વડીલો ને દાબેલી નો સ્વાદ એવો તે ભાવ્યો છે કે દાબેલી વિશ્વભર ની ખાણી પીણી માં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.તેનું મુખ્ય કારણ છે તેનો સ્વાદ દાબેલી મધ્યમ વર્ગ થી શ્રીમંતો ને પરવડે તેમ છે. ગુજરાત કચ્છ ના નાનકડાં એવા દરિયાઈ શહેર માંડવી થી શરૂ થયેલી દાબેલી આજે વર્લ્ડ કલાસ મેનુ માં પોતાનું નામ બનાવી ચુકી છે.દાબેલી ની શોધ અને પ્રથમ દાબેલી નો ઇતિહાસ ખુબજ રોચક છે.નાનકડા માંડવી માં દાબેલી નું આવિષ્કાર થયું હતું.
કચ્છી દાબેલી : kutchi Dabeli: INDIA NEWS GUJARATI:1947 માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે સિંધી પરિવારે કચ્છના માંડવી બંદરે આવી પરિવાર સાથે વસવાટ કર્યો. સિંધી રૂપન ભાટિયા એ માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરીની શરૂઆત કરી હતી. રમુજી અને ખાવાપીવાના શોખીન સ્વભાવવાળા રૂપન ભાટીયાને તેમના મિત્રો રૂપન શેઠના નામે સંબોધતા.રૂપન શેઠ કરાંચીથી કચ્છ સ્થાઈ થઈ ગયા બેકરીનો વ્યવસાય પણ જામી ગયો હતો.
કચ્છી દાબેલી : kutchi Dabeli: INDIA NEWS GUJARATI:તે સમય દરમ્યાન માંડવીમાં મોહનભાઈ બાવાજીનું મસાલાવાળા બટાકાનું શાક ખુબ જ પ્રખ્યાત હતું. રૂપન શેઠ અને મોહન બાવાજી સારા મિત્રો હતા. રૂપન શેઠને પાવ વચ્ચે મોહન બાવાજીના બટાટા મૂકીને ખાધા ખુબજ સ્વાદિષ્ટ સ્વાદ આવતા આ વાત બાવાજીને કરતાં મોહન બાવાજીએ નક્કી કર્યુ કે બેકરીના પાઉં અને બટાકાનું શાક સાથે વેચીએ. આ વાનગીને લોક પ્રતિસાદ સારો મળતા દાબેલી નામ આપવામાં આવ્યું અને આ રીતે દાબેલીનો આવિષ્કાર થયો.દાબેલીને કચ્છમાં રોટી અને ડબલરોટી કહીને પણ સંબોધાય છે.
દાબેલીનું આધુનિક રૂપ
કચ્છી દાબેલી : kutchi Dabeli: INDIA NEWS GUJARATI:જે તે સમયે 10 પૈસા માં વેચાતી દાબેલી આજે 20 થી 200 રૂપિયા સુધી વેચાય છે.કચ્છ માંડવીના આ આવિષ્કાર ના લીધે આજે હજારો લોકો માટે રોજી રોટી નો માધ્યમ બન્યું છે આધુનિક યુગ માં દાબેલી નું પણ આધુનિક રૂપ હવે જોવા મળે છે ,જેમાં બટર દાબેલી,ચીઝ દાબેલી,જૈન દાબેલી,આઇસ દાબેલી જેવા અનેકો નામ સાથે વર્લ્ડ કલાસ મેનુ માં દબ દબો બનાવી બેઠેલી દાબેલી ની લારી પર આજે પણ કચ્છી દાબેલી અથવા માંડવી દાબેલી ની બ્રાન્ડિંગ જોવા મળે છે..
આ પણ વાંચી શકો છો :Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA: INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો છો :નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea: INDIA NEWS GUJARAT