HomeGujaratરાજા રામમોહન રાય:Raja Rammohan Roy:INDIA NEWS GUJARAT

રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:INDIA NEWS GUJARAT

Date:

સાચા સમાજ સુધારક રાજા રામમોહન રાય

રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:બંગાળની ધરતીએ કવિ ગુરૂ રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય,નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા અનેકો શ્રેષ્ઠી ભારતમાતા ને અર્પિત કર્યા છે.આ શ્રેષ્ઠી માં આજના સમાજ માટે ઉદાહરણ રૂપ સમાજસુધારક રાજા રામમોહનરાય પણ બંગાળ નાજ હતા. રાજા રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં 22 મે 1772 માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા.
રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને 1800 માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ 1812 માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ 1724 માં થયું હતું. તેમના ત્રીજી પત્ની તેમની સાથે રહ્યા હતા.

રાજા રામમોહન રાયે વેદોને અનુસરી સમાજ સુધારણા કરી

રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:250 વર્ષ પૂર્વ ના ભારતના સમાજની જો કલ્પના કરવામાં આવે તો અનેકો કુરિવાજોથી ભારતનો સમાજ ઘેરાયેલો હતો જેમાં સતી પ્રથા,બાળ લગ્ન,બલી પ્રથા જેવા અનેકો રીતી રિવાજો ભારતીય સમાજને જકડીને બેઠા હતા આવા અનેકો રિવાજોના લીધે સમાજ અંધશ્રધ્ધાના દલ દલમાં ધસાતુ જાતું હતું ત્યારે આવા કુરિવાજોનો વિરોધ કરવાની કોઈની હિંમત ન હતી
સમાજ સુધારક બની રાજા રામમોહન રાય અડગ બનીને આ કુરિવાજોનો વિરોધ કરેલ તેમણે ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંકની મદદથી સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો. કહ્યું હતું કે વેદમાં સતી પ્રથાને કોઈ સ્થાન નથી. તે આસપાસ ફરતો હતો અને લોકોને તેની સામે જાગૃત કરતો હતો.રાજા રામમોહન રાયે લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે અથાક મહેનત કરી. રાજા રામમોહન રાયે 1814માં આત્મિયા સભાની રચના કરીને સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. રાજા રામમોહન રાયે પુનર્લગ્ન, મિલકત અધિકારો સહિત મહિલા અધિકારો માટે ઝુંબેશ ચલાવી હતી.રાજા રામમોહન રાયે સતી અને બહુપત્નીત્વની પ્રથાનો સખત વિરોધ કર્યો. તે દિવસોમાં, સમાજની બદીઓમાં ઘણું પછાતપણું હતું અને સંસ્કૃતિના નામે લોકો તેમના મૂળ તરફ જોતા હતા, જ્યારે રાજા રામ મોહન રોય યુરોપના પ્રગતિશીલ અને આધુનિક વિચારોથી પ્રભાવિત હતા. રાજા રામમોહન રાયે આ નાડી સમજી અને મૂળને ધ્યાનમાં રાખીને વેદાંતને નવો અર્થ આપવાનો પ્રયાસ કર્યો.

મહિલાઓના આદર માટે અનેકો કાર્ય રાજા રામ મોહનરાયે કર્યા

રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:સમાજમાં મહિલાઓના આદર અને શ્વમાન માટે અનેકો પ્રયાસ કર્યા હતા.રાજા રામમોહન રાયે સતી પ્રથા, બાળ વિવાહ જેવા કુ રીવાજો સામે લડત આપી મહિલાઓ ને સ્વમાન આપવ્યું હતું.રાજા રામ મોહન રોય શિક્ષણ, ખાસ કરીને મહિલા શિક્ષણને ટેકો આપ્યો હતો. રાજા રામમોહન રાયે અંગ્રેજી, વિજ્ઞાન, પશ્ચિમી દવા અને ટેકનોલોજીના અભ્યાસ પર ભાર મૂક્યો. રાજા રામમોહન રાયનું માનવું હતું કે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ કરતાં અંગ્રેજી શિક્ષણ વધુ સારું છે. રાજા રામમોહન રાયે 1822 માં અંગ્રેજી શિક્ષણ પર આધારિત શાળાની સ્થાપના કરી. રાજા રામ મોહન રાય, મહાન સમાજ સુધારક, જેને આધુનિક ભારતના આર્કિટેક્ટ કહેવામાં આવે છે, રાજા રામમોહન રાય આપણા અવિસ્મરણીય વ્યક્તિવ અને સમાજસુધારક હતા જેઓ એ ભારતીય સમાજ ને એક નવી દિશા આપી છે.

આ પણ વાંચી શકો છો :Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA: INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો છો :અમદાવાદ શહેરની હવા બની ઝહેરી:The air of Ahmedabad city has become poisonous: INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories