HomeGujaratsurat સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ઉઘાડી લૂંટ-India News Gujarat

surat સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ઉઘાડી લૂંટ-India News Gujarat

Date:

surat નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં

surat :વિવાદો સાથે સંકળાયેલી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં દર્દીના પરિવાર પાસેથી ઓપરેશન કરવાના નામે ડોકટર દ્વારા 5 હજાર રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા સિવિલ હોસ્પિટલમાં તંત્ર આચમભીત થયું હતું .ઘટનું વિડિઓ વાયરલ થતા સિવિલ હોસ્પિટલ સુપરિટેનડેન્ટ દ્વારા એક કમિટી બનાવી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે

  • રૂપિયા લેતા ડોકટરનો વિડિઓ થયો વાયરલ
  • સિવિલના આર વન ડોકટર દ્વારા દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા 
  • ઓર્થોપેડિક વિભાગના ડોકટરે 5 હજાર રૂપિયા પડાવ્યા
  •  પગમાં ઓપરેશન કરવાનું કહી રૂપિયા લીધા 

બીપીએલ કાર્ડ હોવા છતાં સિટી સ્કેન ના 3600 રૂપિયા માંગ્યા,કુલ 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી

નર્મદા જિલ્લાના દેવસાકી ફળિયુંમાં રહેતા 40 વર્ષીય જગદીશ ભાઈ વસાવા ગત 15 મેના રોજ એક્સિડેન્ટ થતા પગનું અને કમરનું ઓપરેશન માટે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા જ્યાં ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા જગદીશ ભાઈ વસાવા બીપીએલ કાર્ડ ધારક હોવા છતાં રેસિડેન્ટ વન ડોકટર દિનેશ સુથાર દ્વારા અરુણા બેન પાસેથી ઓપરેશનના નામે 15 હજાર રૂપિયા માંગ્યા હતા. -India News Gujarat

પગમાં ઓપરેશન કરવાનું કહી રૂપિયા લીધા 

  • રૂપિયા ન આપે તો દર્દીના પગમાંથી સળિયા કાઢી લેવા ધમક
  • કમિટી બનાવી તપાસ કરવામાં આવશે : સુપ્રિટેન્ડન્ટ

જેની સામે ગતરોજ શુક્રવારે રાત્રીના 11 વાગ્યે ન્યુ ઓર્થો વોર્ડમાં ડોકટર દિનેશ સુથાર 5 હજાર રૂપિયા પડાવ્યા હતા અને સીટી સ્કેન કરાવવા માટે 3600 રૂપિયા માંગ્યા હતા અને જો વધુ રૂપિયા નહિ આપે તો પગમાં જે સળિયા નાખ્યા છે તે પરત કાઢી રજા આપી દેવાની ધમકી આપી હતી જેના બાદ અરુણા બેન દ્વારા આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર ગણેશ ગોવેકરને ફરિયાદ મળતા તાત્કાલિક એક કમિટી બનાવી તપાસના આદેશ આપી દીધા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ડોકટર દ્વારા અન્ય કેટલા દર્દીઓ પાસેથી પેસા પડાવ્યા છે તે હાલ આગળ તપાસમાં બહાર આવે -India News Gujarat

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories