વિધવાપ્રથાની વેદનાં અને સમાજ
ભારતમાં વિધવા સ્ત્રીઓને અનેકો વેદનાંઓ વેઠવી પડતી એ સમય હતો.પતિના દેહાંત બાદ પતિની ચિતા સાથે પત્ની પણ ભસ્મ થઇ જવાનું…..
આ સતીપ્રથાના લીધે અનેકો નિર્દોષ સ્ત્રીઓ ઓ પતિના મૃત્યુ પછી પોતાના જીવ અગ્નિને સોંપ્યા હતા પરંતુ હિન્દુ ધર્મના ચારેય વેદમાં કોઈ પ્રકારની સતી પ્રથાની વ્યાખ્યા નથી. એવો ક્યાંય ઉલ્લેખ નથી કે, પતિના મૃત્યુ બાદ તેની પત્નીને બળતી ચિતા પર બેસીની ભસ્મ થવું પડે. સતી પ્રથાને ભારતીય સમાજ માટે એક કલંક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, સતી પ્રથાની શરૂઆત મા દુર્ગાના સતી રૂપની સાથે થઈ હતી.જ્યારે તેમણે પોતાના પતિ ભગવાન શિવના પિતા દક્ષ દ્વારા કરાયેલ અપમાનથી ગુસ્સે થઈને અગ્નિમાં આત્મદાહ કર્યો હતો. તે સમયે નાની ઉંમરની યુવતીઓના લગ્ન મોટા ઉમરના પુરુષો સાથે કરાવાતા હતા, જેથી જો પુરુષનુ મૃત્યુ થઈ જાય તો તેની લાશ સાથે બળવા માટે તે મજબૂર બનતી હતી. મહિલાઓ પર થતાં આવા અત્યાર સામે રાજા રામમોહન રાયે અવાજ ઉઠાવ્યો હતો.અને આપણા સમાજ માંથી સતીપ્રથા ને નાબૂદ કરાઈ હતી.
વિધવા સ્ત્રીઓએ સફેદ કપડા પહેરવાનો નિયમ
સતીપ્રથા નાબૂદ તો થઈ પણ સમાજમાં પતિના મૃત્યુ બાદ રૂઢી ચુસ્ત સમાજમાં સ્ત્રી ઓ પર બીજા અનેકો નિયમો લાગું કરી દેવાયા હતા જેમાં પતિ ના મૃત્યુ બાદ માથા ના વાળ ઉતારી નાખવા ,સફેદ કપડાં પહેરવા,મંગળસૂત્ર ઉતારી દેવું અને બંગડી તોડી નાખવી જેવી અનેકો રૂઢી ચુસ્ત પરંપરા ઓના લીધે સ્ત્રી ના જીવન બેરંગ બનાવી નાખાતું આ વિધવા પ્રથા ના નિયમો એક સ્ત્રીને પતિ નો સાથ છુટતા વધુ નબળી બનાવી નાખતી અને વિધવા સ્ત્રી નું જીવન જાણે એક બોજ બની જતું
આધુનિક યુગની વિધવા મહિલાઓના વિચારો
આજ ના આધુનિક યુગ ની મહિલાઓ ને સન્માન મળ્યું છે.સમાજ પણ હવે ધીમે ધીમે વિધવા પ્રથા ના કુરીવાજ થી આગળ વધી વિચારી રહ્યું છે.કેટલીયે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી અને વિધવા પુનઃ વિવાહ સાથે વિધવા સ્ત્રીઓ ને આત્મનિર્ભર કરવાના કાર્યો કરી રહી છે.સાથે આપણા દેશ ની સરકાર પણ વિધવા સહાય જેવી અનેકો સ્કીમો નો સ્ત્રીઓ ને લાભ અપાવી રહી છે.આમ આજ ના યુગ ની મહિલા શક્તિ કોઈપણ વર્ગ ની સ્ત્રી પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સ્વતંત્ર બની છે.અને કુરિવાજો સામે અડીખમ ઉભી ને જીતી છે.એવી આજની નારી શક્તિ ને સમાજ ના લોકો પણ વધાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વિધવા પ્રથા ખતમ કરવાની પહેલ કરાઈ
આપણા દેશ માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા અનેરી પહેલ કરાઈ છે સ્ત્રીઓ ના સન્માન ને ધ્યાને રાખી અને
વિધવા પ્રથા નાબુદ કરાઈ આમ અન્ય રાજ્યો એ પણ આવીજ રીતે પહેલ કરી સ્ત્રીઓ ને સન્માન આપવું જોઈએ મહારાષ્ટ્ર સરકારે એક હકારાત્મક પહેલ કરી છે.વિધવાસ્ત્રીઓ માટે વર્ષોથી ચાલી આવતી રૂઢિવાદી પરંપરાઓ પૂરી કરવાની જાહેરાત કરી છે. આ પરંપરા વિધવા પ્રથા તરીકે પ્રચલિત થઈ હતી જેમાં પતિના મૃત્યુ પછી બંગડી તોડવાનું, સિંદૂર લૂછવાનું અને મંગળસૂત્ર કાઢી દેવા જેવી ચુસ્ત પ્રથાઓ સામેલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોલ્હાપુરની હેરવાડ ગ્રામપંચાયતનું ઉત્તમ ઉદાહરણ લઈને હવે આ નિર્ણય સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.જે ખુબજ સરાહનીય કહી શકાય…
આ પણ વાંચી શકો : વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:INDIA NEWS GUJARAT