HomeBusinessવિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: INDIA NEWS GUJARAT

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: INDIA NEWS GUJARAT

Date:

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022:મધમાખીને આઈન્સ્ટાઈને વિશેષ મહત્વ આપતા કીધું છે કે મેં ઘણા લાંબા અભ્યાસ પછી તારણ કાઢયું છે કે માનવો જો જગતમાંથી મધમાખીઓને ગુમાવશે તો આવતાં ચાર વર્ષમાં માનવજાત ભૂંસાઈ જશે..!’

મધમાખીનું માનવ જીવનમાં મહત્વ

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: આ તો બહુ જુના વિજ્ઞાનીની વાત થઈ પણ એલિસન બેન્જામિન નામના બ્રિટશિ વિજ્ઞાન-લેખકે કહ્યું કે ચારે કોર જગતમાં વિવિધ પાક ઉપર, આંબાનાં અને બીજાં વૃક્ષાે ઉપર પેસ્ટિસાઈડ્ઝ છંટાય છે તેમાં કેમિકલ્સ વપરાય છે. તે તમામ પાક, ફળ- ફૂલને મધમાખીઓ ફળદ્રુપ કરે છે. મધમાખી પોલિનેટ કરે છે. મધમાખી દરેકે દરેક જમીનના અનાજ-પાકને રજયુકત કરે છે. મધમાખી પરાગરજ પહોંચાડે છે. મધમાખી પુષ્પરેણુ આપે છે. મધમાખી સાવ મફતમાં માનવસેવા કરે છે અને માનવને અમૃત મધ આપે છે.ભારતમાં શાસ્ત્રોમાં પણ મધ નો અનેરો મહિમા છે સાથે અનેકો ઔષધીઓ બનાવવામાં મધમાખીનાં મધનો ઉપયોગ કરાય છે.

મધમાખી ખુબ જ પરિશ્રમી 

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: મધમાખી વસંત ઋતુમાં વધુ ને વધુ મધ એકઠું કરે છે જેથી મધમાખી પાનખરની ઋતુમાં ફૂલો ન મળે તોપણ તે પોતાનું પોષણ કરી શકે આમ મધ એ મધમાખીનો ખોરાક છે.મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ 500 ગ્રામ મધ એકઠું થઈ શકે છે. મધમાખી મધ ઉપરાંત બીજાં ઘણાં દ્રવ્યો પણ બનાવે છે. ષટકોણ આકારના ખાનાવાળો મધપૂડો બાંધવા માટે મધમાખી પોતાના શરીરમાં મીણ બનાવે છે. આ મીણ વડે જ મધપૂડો બને છે જે તદ્દન વોટરપ્રૂફ હોય છે. મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે ત્યારે થોડી પરાગરજ પણ લઈ જાય છે.મધમાખી પરાગરજમાં પોતાની લાળ મેળવી પ્રોપોલીસ નામનો ચીકણો પદાર્થ બનાવે છે. આ પદાર્થ પણ મધપૂડાની રચના માટે ઉપયોગી છે. તમને જાણીને નવાઈ લાગે પણ પ્રોપોલીન મધ કરતાંય મોઘું છે અને સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગી થાય છે.

મધમાખી અલગ અલગ પ્રકાર

વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022:ભમરીયું મધ,ડાળી મધ,ઘુસ્યુમધ,સાતપૂડીયું,ઇટાલિયન મધમાખી ના નામે ઓળખાતી મધમાખી ઓ અલગ અલગ વિસ્તારો માં જોવા મળે છે.મધ નો ઉપયોગ વધતા હવે સરકાર દ્વારા વિવિધ યીજનાઓ બનાવી મધમાખી ઉછેર અંગે લોકોને જાગૃત કરાયા છે.સાતપૂડીયું અને ઇટાલિયન મધમાખી ઉછેર કેન્દ્રો માં જોવા મળે છે.મધ ટેસ્ટીગ અંગે વિવિધ જગ્યાઓ પર લેબ નો નિર્માણ પણ કરાયું છે.હજારો લોકો હાલે મધમાખી ઉછેર થી આજીવિકા મેળવી રહ્યા છે.

આ પણ વાંચી શકો : Cardless Cash Withdrawal – UPI ની મદદથી મળશે પૈસા,કાર્ડની જરૂર નહિ-India News Gujarat

આ પણ વાંચી શકો : husband એ બેંગકોક બારના ફોટા બતાવી પત્નીને કહ્યું, મને તારામાં રસ નથી-India News Gujarat 

 

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories