HomeToday Gujarati NewsCorona સામે રવિવારે સુરત શહેરમાં મેગા Vaccination કેમ્પ યોજાશે-India News Gujarat

Corona સામે રવિવારે સુરત શહેરમાં મેગા Vaccination કેમ્પ યોજાશે-India News Gujarat

Date:

Corona સામે પ્રિકોશન ડોઝ લેવામાં સુરતીઓ પાછળ

Corona સુરક્ષિત રહેવા માટે વેક્સીન (Vaccination) સૌથી મોટું હથિયાર સાબિત થયું છે. કોરોનાની ત્રીજી લહેર  દરમિયાન, સરકારે વૃદ્ધો અને વિવિધ રોગોથી પીડિત લોકો માટે સાવચેતી રાખવાની અપીલ કરી હતી. ત્યારે પ્રિકોશન ડોઝની બાબતમાં સુરત રાજ્યમાં ત્રીજા ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં 1.85 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે. જ્યારે આ મામલામાં અમદાવાદ પ્રથમ અને વડોદરા બીજા ક્રમે છે.-India News Gujarat

પ્રિકોશન ડોઝ લેતા ટોચના 5 શહેરો

  • અમદાવાદ 3,52,340
  • વડોદરા 2,00,499
  • સુરત 1,85,102
  • દાહોદ 1,30,720
  • રાજકોટ 1,31,550

નોંધનીય છે કે હજી પણ શહેરમાં સાડા ચાર લાખ લોકો એવા છે જેમને વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. ત્યારે રવિવારે શહેરમાં મેગા Vaccination કેમ્પનું આયોજન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના 232 સેન્ટરો પર રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી માત્ર 52 હેલ્થ સેન્ટરો પર જ રસી મુકવામાં આવતી હતી. પણ બીજા ડોઝ માટે કોર્પોરેશને ફરી અભિયાન હાથ ધરીને હવે જેનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને ફોન અને મેસેજથી જાણ કરીને વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.-India News Gujarat

બંને ડોઝ લેનારા ટોચના પાંચ શહેરો

  • અમદાવાદ 62,38,815
  • સુરત 52,17,649
  • વડોદરા 29,00,066
  • બનાસકાંઠા 25,69,491
  • રાજકોટ 25,14,498

Corona હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. સુરતમાં માત્ર એક-બે કેસ નોંધાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.39 કરોડ લોકોએ રસીના પ્રથમ ડોઝ લીધા છે, જ્યારે 5.15 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે. 26.83 લાખ લોકોએ સાવચેતીના ડોઝ પણ લીધા છે. બંને ડોઝ લેવાની બાબતમાં સુરત રાજ્યમાં બીજા નંબરે અને પ્રિકોશન ડોઝ લેવામાં ત્રીજા ક્રમે છે.

 

SHARE

Related stories

Latest stories