HomeGujaratHardik Patelની જુની ટ્વીટ વાયરલ થઇ, લખ્યુ હતું મરતે દમ તક કોંગ્રેસમેં...

Hardik Patelની જુની ટ્વીટ વાયરલ થઇ, લખ્યુ હતું મરતે દમ તક કોંગ્રેસમેં રહુંગા-India News Gujarat

Date:

Hardik Patel સોસિયલ મિડીયામાં ટ્રોલ થયો-India News Gujarat

પાટીદાર અનામત આંદોલનમાંથી યુવા નેતા તરીકે ઉભરી આવેલા પાસના કન્વીનર Hardik Patelને પાટીદાર મતોની લાલચે કોંગ્રેસ દ્વારા પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની અવગણના થઇ હોવાનું લાગતા આખરે Hardik Patel એ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. કોંગ્રેસના તમામ હોદા પરથી રાજીનામું આપનારા Hardik Patel એ ભૂતકાળમાં એક ટ્વીટ કરીને એવુ લખ્યુ હતું કે, હાર જીત કે કારણ પાલે વેપારી બદલતે હે, વિચારધારા કે અનુયાયી નહીં, લડુંગા, જીતુંગા ઔર મરતે દમ તક કોંગ્રેસમેં રહુંગા. જો કે, હવે Hardik Patel એ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ સહિતના તમામ હોદા પરથી રાજીનામું આપી દેતા હવે કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો દ્વારા તેની આ જુની ટ્વીટને વાયરલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો દ્વારા Hardik Patel ને સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને લોકો Hardik Patel પટેલ માટે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.-India News Gujarat

Hardik Patelના સમર્થકો પણ નારાજ થયાની વાત-India News Gujarat

પાટીદાર આંદોલનની આગેવાની લેનારા Hardik Patelને કોંગ્રેસ દ્વારા એટલા માટે વેલકમ કરાયા હતા કે, તેમના માધ્યમથી કોંગ્રેસ પાટીદાર વોટ બેન્કને અંકે કરવા માંગતી હતી. જો કે, હાર્દિકના આગમનથી કોંગ્રેસને કોઇ લાભ થયાનું અત્યાર સુધી દેખાયું નથી. જેના કારણે દિવસે દિવસે કોંગ્રેસ મોવડી મંડળમાં Hardik Patelનું કદ વેતરાતું રહ્યું હતું. તેમજ તેની રજૂઆતો કે સૂચનોને કાને ધરવામાં આવતા ન હોવાનું કહેવાય છે. આવા સંજોગોમાં Hardik Patelની સાથે સાથે કોંગ્રેસ વિચારધારામાં માનતા થયેલા કેટલાક યુવાનો પણ Hardik Patelના આ નિર્ણય સામે પોતાનો વિરોધ હોવાનું જણાવી રહ્યા છે. તેમજ Hardik Patelને પદ પ્રતિષ્ઠા બધુ જ આપનારી કોંગ્રેસનું દામન અરધા રસ્તે જ તરછોડી દીધું તેનાથી તેઓ નારાજ થયાનું પણ કહેવાય છે. જો કે, Hardik Patel માટે અત્યારાના સંજોગોમાં કોંગ્રેસ એક મોટી જવાબદારી બની રહી હતી. તેમજ Hardik Patelના આગમનથી કોંગ્રેસની મત બેન્કમાં કોઇ ફરક પડ્યો ન હોવાનું જણાઇ રહ્યુ છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Hardik Patelની બહાર નીકળવાની સ્ક્રિપ્ટ નરેશ પટેલની એન્ટ્રીની અટકળોએ લખાઈ 

આપ આ પણ વાંચી શકો છોઃ-હાર્દિક પટેલે કોંગ્રેસથી ફાડયો છેડો:Hardik Patel leaves Congress

 

SHARE

Related stories

Latest stories