Blackmail કરી યુવતી પાસે રૂપિયા પડાવનાર રણજીત ટ્રોફીનો ક્રિકેટર ઝડપાયો-India News Gujarat
રાજસ્થાન તરફથી રણજીત ટ્રોફીની મેચ રમી ચુકેલા એક ભુતપુર્વ ક્રિકેટરને સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે Blackmail કરવાના કેસમાં ઝડપી પાડ્યો છે. હાલમાં જમીન દલાલી કરતા આ યુવાને સુરતની પરણીતાને તેની અંગત પળોના વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેને Blackmail કરી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આખરે પરણીતાએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને ટેકનીકલ સર્વેલન્સના આધારે Blackmail કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.-India News Gujarat
Blackmail કરવાના કેસમાં શું હતી સમગ્ર હકીકત ?-India News Gujarat
સુરત ખાતે રહેતી એક યુવતીને તેના લગ્ન પહેલા ફેસબુક ઉપર મુળ રાજસ્થાનના રાજસમદ જિલ્લાના દેવગઢ તાબેના નરાણા ગામના વતની આશીષ ભવરલાલ જૈન સાથે મિત્રતા થઇ હતી. આશીષ જૈન રાજસ્થાનની ટીમ વતી રણજીત ટ્રોફી ક્રિકેટ મેચ રમી ચુક્યો છે અને તે ક્રિકેટર હોવાની ઓળખ આપીને તેણે યુવતી સાથે મિત્રતા વધારે ગાઢ કરી હતી. આશીષ જૈન આ યુવતીને મળવા માટે સુરત આવ્યો હતો તેમજ તેની સાથે અંગત પળો વિતાવી હતી. આ સમયે તેણે પોતાના મોબાઇલમાં યુવતીના ફોટા પાડીને અંગતપળોના વિડીયો બનાવી લીધા હતા. બાદમાં યુવતીના લગ્ન થઇ જતા આશીષ જૈનની દાનત બગડી હતી અને તેણે યુવતીને Blackmail કરીને એવુ કહ્યું હતું કે, તું મને રૂપિયા નહીં આપે તો તારા વિડીયો અને ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દઇશ. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને પ્રથમ તેણે પોતાના બનેવીના એકાઉન્ટમાંથી રૂપિયા 16 હજારનું પેટીએમથી પેમેન્ટ કર્યું હતું. ત્યાર બાદ પણ આશીષ જૈન રૂપિયા માંગતો રહ્યો હતો અને યુવતીને Blackmail કરતો હતો. જેથી યુવતીએ પતિ તેમજ તેના પિતા પાસેથી પણ રૂપિયા માંગ્યા હતા. Blackmail કરનાર આશીષ જૈનને વધુ 75 હજાર એક્સીસ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ પણ આશીષ જૈન દ્વારા Blackmail કરીને રૂપિયાની ડિમાન્ડ ચાલુ રહેતા આખરે યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સના આધારે Blackmail કરનાર આશીષ જૈનને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા Blackmail કરનારા આશીષ જૈનની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાન વતી રણજીત ટ્રોફીની મેચ રમી ચુકેલો આશીષ જૈન હાલમાં Blackmail કરવાના કેસમાં સુરત પોલીસની હવાલાતમાં પહોંચી ગયો છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-WhatsApp ચેટ ફિલ્ટર ફીચર સાથે યુઝરનો અનુભવ વધુ સારો થશે
આપ આ પણ વાંચી શકો છોઃ-ghogha-ro-ro-ferry-service કંપની સાથે લાખોનું Fraud