HomeGujaratElectric Vehiclesનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે ઇન્ડિયા-India News Gujarat

Electric Vehiclesનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે ઇન્ડિયા-India News Gujarat

Date:

Electric Vehicles કોમ્પોનન્ટ્સના નિર્માણ માટે Toyota ભારતમાં  પ્લાન્ટ શરુ કરવા જઈ રહી છે

Toyota ભારતમાં જલ્દી ઇલેક્ટ્રિક વ્હીકલ Electric Vehicles કોમ્પોનન્ટ્સના નિર્માણ માટે નવો પ્લાન્ટ શરુ કરવા જઈ રહી છે. આ પ્લાન્ટના માધ્યમથી દેશની સાથે-સાથે ઘણાં વિદેશી બજારોની માંગને પણ પૂરી કરવામાં આવશે. કંપની ભારતથી જાપાન અને કેટલાક એશિયન દેશોમાં ઇવીના પાર્ટ્સ EV Parts મોકલવા પર વિચાર કરી રહી છે.

ટોયોટા ભારતમાં ઘણા ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતા પાર્ટ્સ જેમ કે બેટરી ઈવી, પ્લગ-ઈન હાઈબ્રિડ અને અન્ય હાઈબ્રિડ મોડલમાં વપરાતા ઈ-ડ્રાઈવ અથવા ઈલેક્ટ્રિક પાવરટ્રેન પાર્ટ્સનું ઉત્પાદન શરૂ કરશે.

4800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

આ સપ્તાહની શરૂઆતમાં કંપનીએ જાહેરાત કરી કે તે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ભારતમાં 4,800 કરોડ રૂપિયા (621 મિલિયન ડોલર)નું રોકાણ કરશે, જે તેના 2050 કાર્બન-ન્યુટ્રેલિટી ગોલ્સનો એક ભાગ છે. TKM અને TKAP એ આ મામલે કર્ણાટક સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

ટોયોટા કિર્લોસ્કર મોટરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિક્રમ ગુલાટીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘ટોયોટા ગ્રુપ અને TIEI મળીને આશરે રૂ. 4,800 કરોડનું રોકાણ કરશે. અમે આ ‘ગો ગ્રીન, ગો લોકલ’ ની ભાવનાથી કરી રહ્યા છીએ અને કાર્બન ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો કરવાના મિશનમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતને ક્લીનર ટેક્નોલોજી માટે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની ઇચ્છા છે. તે બિલ્ડિંગ બ્લોક બનાવવા વિશે છે.’

સરકાર Electric Vehicles ને આપી રહી છે પ્રોત્સાહન

કંપનીનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. ટોયોટા માટે ભારતમાં મોટાભાગનું રોકાણ ટોયોટા કિર્લોસ્કર મોટર અને ટોયોટા કિર્લોસ્કર ઓટો પાર્ટ્સ (TKAP) દ્વારા કરવામાં આવશે, જે ટોયોટા મોટર કોર્પ, એસિન સેકી કંપની અને કિર્લોસ્કર સિસ્ટમ્સનું જોઇન્ટ વેન્ચર છે.

હાઇબ્રિડ મોડલ પર કંપની કરી રહી છે ફોકસ

ટોયોટા ભારતમાં પહેલા તેના હાઇબ્રિડ મોડલ લોન્ચ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે માને છે કે અશ્મિભૂત ઇંધણ અને કાર્બન ઉત્સર્જન પર નિર્ભરતા ઘટાડવાના દેશના ઉદ્દેશ્ય માટે વધુ યોગ્ય છે. વધુમાં, આનાથી લોકોને ઈવી અપનાવવા માટે રેન્જની ચિંતાનો સામનો નહીં કરવો પડે.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: મોબાઇલ ફોન પર તોળાઈ રહ્યો છે Cyber Attack નો ખતરો

SHARE

Related stories

Latest stories