Raising The Figure To Rs 65 Crore-ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું- India News Gujarat
Raising The Figure To Rs 65 Crore ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. 100થી વધારે વિવર્સોના નાણા ફસાયા છે. ટેક્સટાઈલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણનું થયું છે. ટેક્સટાઈલ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે 65 કરોડ રૂપિયાનું ઉઠમણું થતા ચર્ચાનો વિષય બન્યો છે.
યુવકે ભાગીદારીમાં કંપનીઓ શરૂ કરી
- જાણવા મળતી માહિતી પ્રમાણે, સહારા દરવાજા, જૂની બોમ્બે માર્કેટની સામે આવેલી ગ્લોબ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપારી કરતા 26 વર્ષના યુવકે ભાગીદારીમાં અલગ અલગ 2 કંપનીઓ શરૂ કરી હતી.
- જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો. આ દરમિયાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી ગઈ હતી.
પ્લાન પૂર્વક ઉઠમણું કરવાનું અનુમાન
- ભોગ બનનાર વિવર્સ કહી રહ્યા છે કે, પ્લાન પૂર્વક આ ઉઠમણું કરવામાં આવ્યું છે. હાલ 65 કરોડ રૂપિયાનું ઉઠમણું સામે આવ્યું છે. ભોગ બનનાર અમુક વિવર્સો હજી સામે આવી રહ્યાં નથી.
- પરંતુ કુલ 90 કરોડ રૂપિયા સુધીનું ઉઠમણું થયું હોવાનું વિવર્સો કહી રહ્યાં છે.
ઉઠમણું કરનારની દુકાન ખોલવા અંગે પરવાનગી લેવાશે
- ઉઠમણામાં 100 વિવર્સોના રૂપિયા ફસાયા છે. વિવર્સોએ ફોગવાને રજૂઆત કરી છે. ફોગવા દ્વારા ડોક્યુમેન્ટ ભેગા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- ઉઠમણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે. ત્યારબાદ તેમાં જે માલ હશે તે ટકાવારી પ્રમાણે ભોગ બનેલા વિવર્સોને આપવામાં આવશે.
ઘર,ખાતાનું એડ્રેસ પણ ખોટું આપ્યું
- ઉઠમણામાં ભોગ બન્યા છે તેવા વિવર્સોઓની અકળામણ વધી ગઈ હતી. અમુક વિવર્સોએ તેમના ઘરે અને તેમના ખાતા પર જઈને તપાસ કરી હતી. પરંતુ ઉઠમણું કરનાર પાર્ટીએ ઘરનું અને ખાતાનું એડ્રેસ પણ ખોટું આપ્યું હતું.
- ઉઠમણું કરનાર યુવકના પિતાને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
ફોગવા હર્ષ સંઘવીને મળશે
- જે વિવર્સો ઉઠમણાનો ભોગ બન્યા છે તેમની સાથે ફોગવાએ મિટિંગનું આયોજન કર્યુ હતુ. તમામ પુરાવા ભેગા કરીને હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે. ભોગ બનેલા વિવર્સો ફોગવાની આગેવાનીમાં શનિવારે હર્ષ સંઘવીને મળશે.
પુરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે
- ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહ્યું કે, ‘ઉઠમણું કર્યુ છે તે પાર્ટીના તમામ પુરાવા ભેગા કરાઈ રહ્યાં છે. બીજી તરફ જે દલાદ દ્વારા માલ વેચાયો છે તેમનો પણ સંપર્ક કરાઈ રહ્યો છે.
- ઉઠમણું કરનાર પાર્ટીએ જેમને માલ આપ્યો છે તેમનો પણ સંપર્ક કરી રહ્યાં છીએ.’