HomeGujarat11 may National Technology Day -India News Gujarat

11 may National Technology Day -India News Gujarat

Date:

11 may ના રોજ ઉજવાય છે નેશનલ ટેકનોલોજી દિવસ

National Technology Day:એવા ઘણાબધા દિવસો આવે છે, જેને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઠીક આવો જ એક દિવસ છે નેશનલ ટેકનોલૉજી ડે (National Technology Day), નેશનલ ટેકનોલૉજી ડે ને દર વર્ષે 11 મેના દિવસે મનાવવામાં આવે છે.-India News Gujarat

પોખરણ અણુ ધડાકો (11 મે, 1998)

11 મે 1998ના રોજ ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાજસ્થાનના પોખરણમાં એક સફળ પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.  જેના પછી ભારતનું નામ પણ પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં આવી ગયું હતું. જેથી કરીને કોઈ પણ અન્ય દેશ ભારત સામે આંખ ઉઠાવીને ના જોઈ શકે. આપને જણાવી દઈએ કે પોખરણનું પરીક્ષણ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. જેના એક વર્ષ પછી 11 મે 1999ના રોજ ભારતમાં પ્રથમ વખત National Technology Dayઉજવવામાં  આવ્યો. અને દર વર્ષે ઉજવવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે તત્કાલિન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સના યોગદાનને યાદ કરતાં નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવવાનું એલાન કર્યું હતું. અને ત્યારથી જ દર વર્ષે 11 મે ના રોજ ઉજવણી થાય છે. એટલુ જ નહીં પણ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટ અને એન્જીનયરીંગ કોલેજોમાં પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન થાય છે.-India News Gujarat

National Technology Day નું મહત્વ-

11 મે ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝનેશે ત્રિશુળ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ત્રિશુળ શૉટ રેન્જની મારક ક્ષમતાવાળી મિસાઈલ છે જે લક્ષ્ય પર ઝડપથી હુમલો કરે છે. આ સિવાય પણ ભારતના પ્રથમ એરક્રાફ્ટ Hansa-3એ પણ ઉડાન ભરી હતી. જેણે નેશનલ એરોસ્પેસ લેબે તૈયાર કર્યું હતું.

દેશના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે એટલે કે 11 મે 1998ના દિવસે ભારતની તાકાત દુનિયાને બતાવી હતી. પોખરણમાં સફળતાપૂર્વક ન્યૂક્લિયર બૉમ્બનું ટેસ્ટિંગ કર્યુ હતુ. આને ભારતીય National Technology Day પણ કહે છે. આ પરિક્ષણથી આખી દુનિયા દંગ રહી ગઇ હતી.-India News Gujarat

 

 

SHARE

Related stories

Latest stories