HomeGujaratTapi Narmada River Link Project:ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજની મહાસભા-India News Gujarat

Tapi Narmada River Link Project:ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજની મહાસભા-India News Gujarat

Date:

Tapi Narmada River Link Project ના વિરોધમાં યોજાઈ રેલી

Tapi Narmada River Link Project:ગુજરાતમાં આદિવાસી વોટ બેંક વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને લઇને આગળ વધી રહી છે.જે અંતર્ગર્ત આજ રોજ એકજ દિવસે આદિવાસી સમાજની બે રેલીઓ યોજાઈ હતી. એક બાજુ દાહોદ ખાતે રાહુલ ગાંધી તો ડાંગ જિલ્લામાં તાપી નર્મદા લિંક પ્રોજેકટ ના વિરોધ સાથે કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલની વિશાળ જનસભા યોજાઈ હતી.-India News Gujarat

કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ ની વિશાળ રેલી

જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે એક તરફ કોંગ્રસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવ્યા હતા. તો બીજી તરફ તાપી-પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં વિરોધમાં આદિવાસી સંગઠનનાં નેજા હેઠળ અને કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં આહવામાં મહાસભા યોજાઈ હતી

પાર-તાપી- નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો દિવસે ને દિવસે વિરોધ વધતા રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપાનાં અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત મુકવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ આદિવાસી સંગઠનો દ્વારા આ યોજના સ્થગિતની જગ્યાએ કાયમી ધોરણે રદ કરવાની માંગ કરી છે. જેને પગલે આજ રોજ આહવાનાં રંગઉપવનમાં આદિવાસી સમાજનું અસ્તિત્વ એવા જળ જંગલ, જમીન બચાવવાનાં હેતુથી આદિવાસી સંગઠનોનાં નેજા હેઠળ જનસભા યોજાઈ હતી.-India News Gujarat

એકજ દિવસે આદિવાસી સમાજની બે રેલીઓ યોજાઈ હતી

ઉલ્લેખનીય છે કે એકજ દિવસે આદિવાસી સમાજની બે રેલીઓ યોજાઈ હતી.તો બીજી તરફ આ રેલીમાં ડેડીયાપાડા ના બિટીપીના ધારસભ્ય મહેશ વસાવા પણ રેલીમાં જોડાતા હતા. ત્યારે હવે આવનાર દિવસોમાં સરકાર આદિવાસી સંગઠનોની માંગણીઓને નજરઅંદાજ કરી સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું-India News Gujarat

તમે આ વાંચી શકો છો: surat મનપાની ડાયરીને લઈ રાજકારણ ગરમાયું

તમે આ વાંચી શકો છો: surat માંથી બાંગ્લાદેશીઓને ભારત માં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું

SHARE

Related stories

Latest stories