HomeIndiaSHAHIN BAUGH BULDOZER: શાહીન બાગ અતિક્રમણ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી...

SHAHIN BAUGH BULDOZER: શાહીન બાગ અતિક્રમણ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં જવાની સૂચના

Date:

SHAHIN BAUGH BULDOZER: શાહીન બાગ અતિક્રમણ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં જવાની સૂચના

દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલી અતિક્રમણની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી. કોર્ટે સીપીઆઈ(એમ) નેતાઓને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં જવું જોઈએ, રાજકીય પક્ષોને અમારી પાસે આવવાની શું જરૂર પડી? અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ટીમે બુલડોઝર દ્વારા શાહીન બાગમાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોના વિરોધને પગલે આ કાર્યવાહી અટકાવવી પડી હતી.

ઘર તોડતા પહેલા તેમને નોટિસ પાઠવી હતી

સીપીઆઈ(એમ) તરફથી હાજર રહેલા એડવોકેટ બીજુ પી રમને તેમની અરજીમાં કહ્યું- “કથિત તરીકે તેઓ અહીં ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ આ ખોટું છે. તેઓ ન તો ગેરકાયદેસર રીતે રહે છે કે ન તો કોઈ પ્રકારનું અતિક્રમણ કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓએ પણ નથી કર્યું. તેમનું ઘર તોડતા પહેલા તેમને નોટિસ પાઠવી નહતી. તેથી આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે,” તેમણે કહ્યું.

 13 મે સુધી ચાલશે ઝુંબેશ

મળતી માહિતી મુજબ 4 મેથી શરૂ થયેલું આ અભિયાન 13 મે સુધી ચાલશે. વાસ્તવમાં, સધર્ન કોર્પોરેશનના મેયર મુકેશ સુર્યને જણાવ્યું કે ઈદ પછી અતિક્રમણ વિરુદ્ધ અભિયાનનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ સંદર્ભે, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ જિલ્લાના નાયબ પોલીસ કમિશનરને પત્ર લખીને ફોર્સ માંગવામાં આવી હતી. બુધવારે કરણી શૂટિંગ રેન્જ વિસ્તારમાં હંમેશની જેમ અતિક્રમણ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓ પર ફેલાયેલા અતિક્રમણને બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

પ્રતિષ્ઠિત હસ્તીઓએ કાર્યવાહી પર કરી હતી પ્રતિબંધની માંગ

રાજધાનીની લગભગ 35 પ્રતિષ્ઠિત હસ્તીઓએ અતિક્રમણ વિરોધી અભિયાન વિરુદ્ધ દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને પત્ર લખીને તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમાં અર્થશાસ્ત્રી જયંતિ ઘોષ, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના સભ્ય માલિની ભટ્ટાચાર્ય, મરિયમ ધવલે, સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજ અને કવિતા કૃષ્ણન, અખિલ ભારતીય પ્રગતિશીલ મહિલા સંઘના સભ્યનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ

આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

 

SHARE

Related stories

Latest stories