chemical powderનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો-India News Gujarat
સુરતમાં કેરીની સીઝન શરૂ થતાની સાથે જ chemical powderથી પકાવેલી કેરી વેંચનારા સક્રિયા થઇ જાય છે. ખાસ કરીને કુદરતી રીતે પકવેલી કેરીના બદલે chemical powderથી પકલેવી કેરીનું વેચાણનો ધંધો પુરજોશમાં શરૂ થાય છે. પાલિકાના આરોગ્ય વિભાગે શહેરના એક ફ્રુટ માર્કેટમાંથી અખાદ્ય 40 કિલો કેરી ઉપરાંત કેરી પકવવા માટેના ચાર કિલો chemical powder જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. chemical powderથી પકાવેલી કેરી વેચનારાને રૂ.33 હજર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત chemical powderનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. સામાન્ય લોકોના આરોગ્ય સામે ખતરો હોવાને કારણે દર વર્ષે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા chemical powderથી કેરી પકાવીને વેંચનારા સામે તવાઇ લાવવામાં આવે છે. સતત વોચ રાખવામાં આવતી હોવા છતા પણ પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની નજર ચુકવીને chemical powderથી પકાવેલી કેરી શહેરમાં ખુલ્લેઆમ વેચવામાં આવે છે. સુરત મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા મગોબ ડુંભાલ ખાતે આવેલી મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ફ્રુટ માર્કેટની 43 સંસ્થામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 34 સંસ્થાઓમાંથી chemical powderથી પકલેવી અને અખાદ્ય બની ગયેલી 400 કિલો કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વધુ તપાસ કરતાં 4 કિલો chemical powder નો નાશ કરવામાં આવ્યો હતો.-India News Gujarat
chemical powderથી પકાવેલી કેરી આ લોકો વેચતા હતા-India News Gujarat
પાલિકાના ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ચકાસણી દરમ્યાન ઉમર ફારુક ખાન, રીયાઝ ફુટ કંપની, મહાવીર ફ્રુટ કંપની, ઍમ.આઈ.સી ફ્રુટ કંપની, અબ્દુલ માલિક ફ્રુટ એજન્સી, હનીફ સુમાલન રાઈન, ગુરુનાનક ફ્રુટ કંપી, ઝમઝમ ફ્રુટ કંપની સહિત 34 વિક્રેતાઓને ત્યાંથી વાસી કેરી સહિત ફળફળાદીનો ૩૦૦થી ૪૦૦ કિલો જથ્થાનો અને ઈથીલીન પાઉચ નો નાશ કરાયો હતો. આ ઉપરાંત વિક્રેતાઓ પાસેથી લિંબાયત ઝોનના સેનેટરી સ્ટાફ દ્વારા વહીવટી ખર્ચ પેટે રૂપિયા ૩૩,૦૦૦ની વસુલાત કરવામાં આવી હતી.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-દુબઇ અને ઓસ્ટ્રેલિયા સાથેના કરારોનો હીરા ઉદ્યોગને લાભ મળશે
આપ આ પણ વાંચી શકો છોઃ-મોંઘવારીનો માર: LPG cylinder price hike