google પણ સ્માર્ટવૉચ બનાવાની રેસમાં આવી રહી છે
google છેલ્લા કેટલાક સમયથી smart watch માટે ઓપરેટિંગ સિસ્ટમ ઉપ્લબ્ધ કરે છે. સેમસંગની લેટેસ્ટ ગેલેક્સી વોચ 4 ગૂગલના વેર ઓએસ પર આધારિત છે. પરંતુ ગૂગલે અત્યાર સુધી કોઈ પણ smart watchલૉન્ચ નથી કરી. ગૂગલનો માત્ર સ્માર્ટફોન છે જે ખુબ જાણીતો છે. એ છે ગૂગલ પીક્સલ.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હવે google પણ સ્માર્ટવૉચ બનાવાની રેસમાં આવી રહી છે. ગૂગલ જલ્દી જ ગૂગલ પિક્સવૉચ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ smart watch ખુબ જ ખાસ હશે. માનવામાં આવી રહ્યું છે પિક્સલવૉચ એપલ વૉચને ખરી ટક્કર આપી શકે છે.-India News Gujarat
-
શું હશે ખાસ?
- નવી google પિક્સલ સ્માર્ટવૉચ વેર ઓએસના લેટેસ્ટ વર્ઝન 3.1 પર કામ કરશે.
- આપને જણાવી દઈએ કે વેર ઓએસ 3.1ને વર્ઝન 3.0માં કેટલાક સુધારા સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે.
- નવી google smart watch રાઉન્ડ શેપમાં જોવા મળશે.
- હાઈ એન્ડ ઈસીજી મોનિટરિંગ ફીચર્સ સાથે આવશે.
- આ વૉચમાં કેટલાક બેઝિક સેન્સર ઉમેરવામાં આવ્યા છે.
- રિપોર્ટ્સ અનુસાર, સ્માર્ટવૉચ 32GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
- આ ડિવાઈસમાં હાઈ એન્ડ પ્રોસેસર મળી શકે છે.
- ગૂગલ સ્માર્ટવૉચની કિંમત અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.
ટિપસ્ટર ઇવાન બ્લાસ દ્વારા google ની આગામી પિક્સલવૉચના લૉન્ચિંગનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે લીક થયેલા રિપોર્ટમાં પિક્સલ smart watchના લૉન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં નથી આવ્યો.
ગૂગલ પિક્સલ smart watch 2022માં લૉન્ચ થઇ શકે છે
શક્યતા છે કે google-pixel-smart watch 2022માં લૉન્ચ કરી શકે છે. જ્યારે એપલની નવી smart watch 11 જુલાઈએ એપલ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. નવી ગૂગલ પિક્સલ smart watch પિક્સલ રોહન કોડનેમથી સ્પૉટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કોડનેમ રોહન પિક્સલ લાંબા સમયથી ગૂગલની પહેલી સ્માર્ટવૉચ સાથે જોડાયેલું છે.-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો: Apple iPhone 14 સિરીઝની ડિઝાઇન લીક
તમે પણ આ વાંચી શકો છો: Apple iPhone 13 ફેન્સ માટે ગુડ ન્યુઝ