HomeGujaratદુબઇ અને ઓસ્ટ્રેલિયા સાથેના કરારોનો હીરા ઉદ્યોગને લાભ મળશે-India News Gujarat

દુબઇ અને ઓસ્ટ્રેલિયા સાથેના કરારોનો હીરા ઉદ્યોગને લાભ મળશે-India News Gujarat

Date:

Gems And Jewellery સહિત ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મોટી તક-India News Gujarat

કોરોના પછી વિશ્વમાં ઓર્ગેનિક ફૂડની માંગ વધી છે. ભારત અને યુએઈ તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના કરારથી ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધશે. કાપડ ઉદ્યોગને પણ લાભ થશે.એવુ Gems And Jewellery એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના સેમિનારમાં હાજર  રહેલા કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષે  જણાવ્યું હતું.

  • પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક માટેના જે માપદંડ નક્કી કરાયા
  • Gems And Jewellery સહિત ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મોટી તક

તાજેતરમાં જ ભારત અને દુબઇ તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે થાકી યૂ અને ઓસ્ટ્રેલિયા તેમજ ભારત વચ્ચે ડાયમંડ, જવેલરી , લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં એક્સપોર્ટમાં ધરખમ વધારો થાય તેવી સંભાવના છે. જેની સીધી અસર સુરતની ઇન્ડસ્ટ્રીને થવા જઈ રહી છે. આ બાબતે વિસ્તારથી માહિતી અને સમજણ આપવા માટે જીજેઇપીસી અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા એક મહત્વનો સેમિનાર રાખવામાં આવ્યો હતો.-India News Gujarat

ઓસ્ટ્રેલિયા સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટથી 25 ટકા એક્સપોર્ટ ગુજરાતથી વધશે

સેમિનાર સંબોધતાં ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, યુએઈ, ઓસ્ટ્રેલિયા સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટથી 25 ટકા એક્સપોર્ટ ગુજરાતથી વધશે.સુરત સહિત ગુજરાતના ઉદ્યોગકારોને વેપાર વધારવા વડાપ્રધાન અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહત્ત્વની તક આપી છે.જોકે લેધરના વેપારમાં હજી પણ સુરત પાછળ છે. પણ ફુડના વેપારમાં આગળ છે. ટેક્સટાઇલમાં ભારતના એક્સપોર્ટનો ટાર્ગેટ નાણાકીય વર્ષના અંતના 17 દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો હતો. પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક માટેના જે માપદંડ નક્કી કર્યા છે. એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને માફક આવે એવા છે.

ગુજરાત સરકારે ચાલુ વર્ષના બજેટમાં વાંસી-બોરસીમાં પીએમ મિત્રો પાર્ક બનાવવા માટે જમીન આપવાની જાહેરાત પણ કરી દીધી છે.ટેક્સ્ટાઇલ મંત્રી દર્શના જરદોશે સુરતને ટેક્સ્ટાઇલ પાર્ક મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમને લેબગ્રોન અને નેચરલ ડાયમંડ માર્કેટ અલગ હોવાની તેમજ તેના પણ વિશ્વસનીયતા લાવવાની વાત પણ કરી હતી. ભારત સાથે યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારોને કારણે અનેક ફાયદા થવાના છે.

આ કરારને આધારે 25 ટકા વેપાર માત્ર ગુજરાતમાં જ થશે તેવી વાત પણ દર્શના જરદોશે તેમના વક્તવ્યમાં કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાતી રીઝ્યનના ચેરમેન દિનેશ નાવડીયા સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: Salangpur Hanuman Mandir :સારંગપુર મંદિરનો 106 માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી

તમે આ વાંચી શકો છો: PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મે બાદ આવશે ગુજરાત

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories