Surat : SMC ના ફૂડ વિભાગના દરોડા અખાધ્ય કેરી સહિત ફળફળાદીનો જથ્થો અને ઈથીલીનના પાઉચનો નાશ–India News Gujarat
- Surat SMC : ઉનાળામાં (Summer )રોગચાળો ન ફેલાય અને વાયરલ ઇન્ફેક્શનના કેસો ન વધે તે બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
- આવનારા દિવસોમા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે હજી કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે.
- SMC ફ્રુડ વિભાગની ટીમ દ્વારા સરદાર માર્કેટ વિસ્તારમાં આવેલ ઍમ.જી. ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટના(Fruit ) વિવિધ વિક્રેતાઓને ત્યાં દરોડા(Raid ) પાડવામાં આવ્યા હતા જેમાં 34 વિક્રેતાઓને ત્યાં ચકાસણી દરમ્યાન 400 કિલો જેટલો કેરી તથા અન્ય ફ્રૂટના વાસી તેમજ ઍક્સરપાયરી થયેલ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. અને લીંબાયત ઝોનની ટીમ દ્વારા 33 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
વેપારીઓ પાસેથી કેટલો જથ્થો મળ્યો?
- Surat શહેરમાં ધોમધખતી ગરમીમાં વાયરલ ઈન્ફેકશનના કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે.
- ત્યારે SMC ના આરોગ્ય વિભાગનો ઍક હિસ્સો મનાતા ફ્રુડ વિભાગના ચીફ ફ્રુડ ઈન્સ્પેકટર સાળુંકે તથા તેમની ટીમના અન્ય સુપરવાઈઝરો સાથે ઍમ.જી.ફ્રુટ માર્કેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
- ચકાસણી દરમ્યાન ઉમર ફારુક ખાન, રીયાઝ ફુટ કંપની, મહાવીર ફ્રુટ કંપની, ઍમ.આઈ.સી ફ્રુટ કંપની, અબ્દુલ માલિક ફ્રુટ ઍજન્સી, હનીફ સુમાલન રાઈન, ગુરુનાનક ફ્રુટ કંપી, ઝમઝમ ફ્રુટ કંપની સહિત 34 વિક્રેતાઓને ત્યાંથી વાસી કેરી સહિત ફળફળાદીનો 300 થી 400 કિલો જથ્થાનો અને ઈથીલીનના પાઉચનો નાશ કરાયો હતો.
SMC દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે
- આ ઉપરાંતવિક્રેતાઓ પાસેથી લિંબાયત ઝોનના સેનીટરી સ્ટાફ દ્વારા વહીવટી ખર્ચ પેટે રૂપિયા 33 હજાર રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી.
- અત્રે ઉલ્લેખનીય છે કે જનતાની તંદુરસ્તી અને આરોગ્ય જળવાય રહે તથા બજારમાં ખરીદી વખતે તેમને ભેળસેળ મુક્ત ચીજવસ્તુઓ મળી રહે ઍ માટે SMC નું આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ છે ત્યારે લોકોઍ જાગુત બનવુ જાઈઍ અને બજારમાં ખાધ્ય પ્રદાર્થમાં ભેળસેળ થઈ છે કે નહી તે ચકાસીને ખરીદી કરવી જોઈએ.
- ઉનાળાની સીઝન શરૂ થતા જ કેરી સહિતના અન્ય ઉનાળુ ફળ બજારમાં આવી ગયા છે, ઉતાવળે આંબા પકાવવાની લ્હાયમાં વધુ નફો મેળવવા માટે કેટલાક વેપારીઓ દ્વારા કાર્બાઈડથી પણ કેરી પકડવવામાં આવે છે. તેમજ વાસી ફળો પણ બજારમાં વેચવામાં આવી રહ્યા છે.
- આ બાબતની ફરિયાદ મળતા ઉનાળામાં રોગચાળો ન ફેલાય અને વાયરલ ઇન્ફેક્શનના કેસો ન વધે તે બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમા SMC આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે હજી કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે.
તમે આ પણ વાંચી શકો છો-
Surat Corona Update:શહેરમાં ચાર દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી
તમે આ પણ વાંચી શકો છો-
SMC Tapi Riverfront:1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે