HomeEntertainmentT20 Records: ધોની આ મોટી સિદ્ધિથી માત્ર 6 રન દૂર-India News Gujarat

T20 Records: ધોની આ મોટી સિદ્ધિથી માત્ર 6 રન દૂર-India News Gujarat

Date:

T20 Records: ધોની આ મોટી સિદ્ધિથી માત્ર 6 રન દૂર-India News Gujarat

IPL 2022: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સામે થશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની વાત કરીએ તો 10 મેચમાંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની કમાન ફરી એકવાર એમએસ ધોની (MS Dhoni)ના હાથમાં છે.
  • રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) દ્વારા ચેન્નાઈ ટીમનું સુકાની પદ છોડ્યા બાદ આ જવાબદારી ફરી ધોનીના માથે આવી ગઈ છે. સુકાની તરીકે વાપસી કરનાર ધોની આ જૂની જવાબદારી સાથે આવનારી મેચોમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. તે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 6000 રન બનાવનાર બીજો ખેલાડી બની શકે છે.

T20 ક્રિકેટમાં ધોની ખાસ સિદ્ધી મેળવવાથી માત્ર 6 રન દુર

  • હાલમાં ધોનીએ 301 T20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીએ સુકાની તરીકે આ મેચોની 185 ઈનિંગ્સમાં કુલ 5994 રન બનાવ્યા છે. તે 6000 રનથી માત્ર 6 રન દૂર છે.
  • જો ધોની આઈપીએલ 2022ની આગામી મેચોમાં આ 6 વધુ રન બનાવે છે તો તે સુકાની તરીકે T20 ક્રિકેટમાં 6000 રન બનાવનાર બીજો ખેલાડી બની જશે. તેની પહેલા વિરાટ કોહલી આ સિદ્ધી મેળવી ચુક્યો છે.

વિરાટ કોહલી પણ આ સિદ્ધી મેળવી ચુક્યો છે

  • વિરાટ કોહલી (Virat Kohli) એ સુકાની તરીકે 190 T20 મેચ રમી છે. આ મેચોની 185 ઈનિંગ્સમાં તેણે 43.29ની એવરેજથી 6,451 રન બનાવ્યા છે. વિરાટ કોહલી સુકાની તરીકે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
  • વિરાટ કોહલીએ ટી20 મેચોમાં સુકાની તરીકે બેટિંગ કરતા 5 સદી અને 48 અડધી સદી ફટકારી છે. બીજી તરફ ધોનીએ સુકાની તરીકે 38.67ની એવરેજથી રન બનાવ્યા છે. જ્યારે સુકાની તરીકે બેટિંગ કરતી વખતે ધોનીએ 23 અડધી સદી ફટકારી છે.

આજે ચેન્નાઈ ટીમની ટક્કર બેંગ્લોર સામે છે

  • આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સામે થશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની વાત કરીએ તો 10 મેચમાંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
  • જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અત્યાર સુધી 9માંથી 3 મેચ જીતીને નવમા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હવે આઈપીએલ પ્લે ઓફમાં પહોંચવા માટે બાકીની 5 મેચમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે.

RCB vs CSK સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ

  • ચેન્નઇ સુપર કિંગ્સ ધોની (સુકાની-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી અને મહિષ તિક્ષાના
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસિસ (સુકાની), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

તમે પણ આ વાંચી શકો છો –NZ vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત

તમે પણ આ વાંચી શકો છો –IPL 2022: Mumbai Indians નો ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ

 

SHARE

Related stories

Latest stories