બે વર્ષ બાદ યોજાશે ચારધામ યાત્રા- શરુ થયું રજીસ્ટ્રેશન-India News Gujarat
chardham yatra-2022:કોરોના કાળને કારણે બે વર્ષ બાદ યોજાઈ રહેલી ચાર ધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
3જી મે મંગળવારના રોજ અક્ષય તૃતીયાના દિવસથી ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખોલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. કેદારનાથ ધામના દરવાજા 6 મેના રોજ અને બદ્રીનાથ ધામના દરવાજા 8 મેના રોજ ખુલશે. ઉત્તરાખંડના પાંચમા ધામ ગણાતા શીખોના મુખ્ય તીર્થસ્થળ હેમકુંટ સાહિબના દરવાજા 22 મેના રોજ સવારે 10.30 કલાકે ખોલવામાં આવશે.
ચારધામ યાત્રાની ઓનલાઈન નોંધણીની સાથે ચારધામ યાત્રા માટે ગઢવાલ મંડળ વિકાસ નિગમનું ટૂર પેકેજ અને તેની કિંમત અને સંપૂર્ણ પ્રક્રિયાની પદ્ધતિ બહાર પાડવામાં આવી છે. આ વખતે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો : World Asthma Day- 2021 સુધી દુનિયાના 15 કરોડ લોકો અસ્થમાના શિકાર
તમે પણ આ વાંચી શકો છો : Box office collection: બોક્સ ઓફિસ પર KGF 2નો ડંકો , ઈદની રજાનો પણ ફાયદો થશે