HomeIndiaCOAL CRISIS: પાવર કટોકટીથી સરકાર પર બોજ વધ્યો, ભારત 19 મિલિયન ટન...

COAL CRISIS: પાવર કટોકટીથી સરકાર પર બોજ વધ્યો, ભારત 19 મિલિયન ટન કોલસાની આયાત કરશે

Date:

COAL CRISIS: પાવર કટોકટીથી સરકાર પર બોજ વધ્યો, ભારત 19 મિલિયન ટન કોલસાની આયાત કરશે

દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીના કારણે વીજળીનો વપરાશ પણ વધી ગયો છે. પરંતુ કોલસાના પુરવઠામાં અછતને કારણે નવી કટોકટી સર્જાઈ છે અને ઘણા રાજ્યોમાં પાવર કટ થઈ રહ્યો છે. દરમિયાન, સરકાર સંકટનો સામનો કરવા માટે કોલસાની આયાત વધારવા પર વિચાર કરી રહી છે. એક અહેવાલ સૂચવે છે કે ભારત જૂન સુધીમાં વિદેશમાંથી 19 મિલિયન ટન કોલસાની આયાત પર કામ કરી રહ્યું છે. વધતી ગરમીને કારણે વધી રહેલા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને ભારત સરકાર આ પગલું ભરી રહી છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કોલસા આયાત કરનાર દેશ છે અને વીજળીના વધતા વપરાશને જોતા વધુ કોલસાનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે.

છ વર્ષમાં સૌથી ખરાબ વીજ કટોકટી

રોઇટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલમાં ઉનાળાની તીવ્ર ગરમીના કારણે ભારતમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ વિજળી સંકટ સર્જાયું છે. ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યની માલિકીની યુટિલિટીઝને 22 મિલિયન ટન કોલસો અને ખાનગી પાવર પ્લાન્ટ્સને 15.94 મિલિયન ટન આયાત કરવા કહ્યું છે. રાજ્યના ઉર્જા વિભાગોના ઉચ્ચ અધિકારીઓને લખેલા પત્રમાં, ઉર્જા મંત્રાલયે 30 જૂન સુધીમાં ફાળવેલ જથ્થાના 50%, ઑગસ્ટના અંત સુધીમાં 40% અને ઑક્ટોબરના અંત સુધીમાં બાકીના 10%ની ડિલિવરી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

એપ્રિલમાં વપરાશમાં  થયો 13.6 ટકાનો વધારો

એપ્રિલ 2022માં ભારતમાં વીજળીની માંગ 13.6 ટકા વધીને 132.98 અબજ યુનિટ થઈ છે. જણાવી દઈએ કે એપ્રિલ 2021માં દેશમાં વીજળીનો વપરાશ 117.08 અબજ યુનિટ હતો. અહેવાલો અનુસાર, ઝારખંડમાં લગભગ 12 ટકા ઓછી વીજળી આપવામાં આવી રહી છે. ઝારખંડની સાથે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ વીજળીની અછત જોવા મળી રહી છે.

60 ટકા પાવર પ્લાન્ટમાં કોલસાની અછત

દેશના કુલ 150 પાવર પ્લાન્ટમાંથી 88 પ્લાન્ટમાં કોલસાની અછત છે. સરળ ભાષામાં આનો અર્થ એ થયો કે ભારતના 60 ટકા પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. કોલસાની અછત ધરાવતા 88 પાવર પ્લાન્ટમાંથી 42 રાજ્ય સરકારના, 32 ખાનગી, 12 કેન્દ્ર સરકારના અને 2 સંયુક્ત સાહસ હેઠળના છે.

 

આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ

આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories