HomeBusiness1 KG Onion : ક્ષારવાળી જમીનમાં ઓલપાડના ખેડૂતે જમ્બો કાંદા ઉગાડી બતાવ્યા!-India...

1 KG Onion : ક્ષારવાળી જમીનમાં ઓલપાડના ખેડૂતે જમ્બો કાંદા ઉગાડી બતાવ્યા!-India News Gujarat

Date:

1 KG Onion : ક્ષારવાળી જમીનમાં ઓલપાડના ખેડૂતે જમ્બો કાંદા ઉગાડી બતાવ્યા!-India News Gujarat

  • ઓલપાડની દરિયાઈ પટ્ટીમાં આવેલા સરસ ગામના ખેડૂતે ખારવાળી જમીનમાં કસ્તૂરી ઉગાડી

ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કિનારે સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદથી વિકસેલા સરસ ગામના ખેડૂતે ક્ષારયુક્ત જમીનમાં સૌથી મોટી અને વજનવાળી ડુંગળીની onion ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે દાખલો બેસાડ્યો છે. રાસાયણિક ખેતીમાં નિષ્ફળતા મળવા સાથે મોટી આર્થિક નુકસાની ભોગવી પાકૃતિક ખેતી તરફ પ્રેરાઈને મહામહેનતે ક્ષારયુક્ત જમીનમાં પ્રાણ લાવી અન્ય ખેડૂતો માટે દાખલ રૂપ ખેતી કરી બતાવી છે.

જમીનમાં ક્ષાર આવવાને લઈને કેટલાક ખેડૂતો જિંગા ઉછેર તરફ વળ્યા

  • ઓલપાડ તાલુકાને ફરતે અરબી સમુદ્ર આવેલો હોવાથી સમુદ્રના ખારા પાણી ભૂગર્ભ જળ સાથે ભળીને જમીનમાં દૂર દૂર સુધી પહોંચી જતા તાલુકાના કાંઠાનાં અનેક ગામોમાં ખેતીલાયક જમીનોમાં પણ ક્ષાર આવી જવાનું નોંધાયું છે.
  • ક્ષારયુક્ત જમીન થવાથી સિંચાઇના પાણીની સગવડને લઈને કાંઠાના ગામના ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી કરતા આવ્યા છે. જ્યારે જમીનમાં ક્ષાર આવવાને લઈને કેટલાક ખેડૂતો જિંગા ઉછેર તરફ વળ્યા છે.

  પ્રાકૃતિક ખેતી ફાયદાકારક સાબિત થઇ

  • સરસ ગામના યુવાન ખેડૂત રાજદીપ અશોકભાઈ પટેલનું અરબી સમુદ્રને જોડતી સેના ખાડીને અડીને ખેતર આવેલું હોય. અરબી સમુદ્રના ખારા પાણી બારેમાસ અહીં ભરાયેલા રહેવાથી જમીન ખારવાળી થઈ જવા પામી છે.
  • ક્ષારયુક્ત જમીનમાં રાસાયણિક ખેતી કરતા પહેલાં જ વર્ષે ખેતરમાં પાક ન થતાં મોટું આર્થિક નુકસાન થયું. ત્યારે પ્રાકૃતિક ખેતી વિશે જ્ઞાન મેળવી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ અને અન્ય ઔષધિના ઉપયોગથી તૈયાર કરેલા જીવામૃતના અને પાણીના ઉપયોગથી પાકનું સિંચન કરતા આવ્યા છે.

પ્રાકૃતિક ખેતીથી ઉછેરેલી ડુંગરીએ onion ગુજરાતનો રેકોર્ડ કર્યો

  • પ્રાકૃતિક ખેતીથી ઉછેરેલી ડુંગરીએonion ગુજરાતનો રેકોર્ડ કર્યો છે. રાજદીપ પટેલના ખેતરમાં એક કિલોના વજનની એક ડુંગરી એવી આઠ વીઘા જમીનમાં શેરડી સાથેના આંતર પાકમાં 150 મણથી વધુ ડુંગળીનો onion પાક લીધો છે.
  • ક્ષારવાળી જમીનમાં એક કિલો સુધીના વજન જેટલા મોટા કદના કાંદા ગુજરાતમાં પ્રથમ વખત થયા હોવાનો ખેડૂતે દાવો કર્યો છે.
  •  તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી થકી એક કિલો જેટલા વજનની ડુંગળીની onion ખેતી કરી છે. હવે આ કાંદાનું onion બિયારણ તૈયાર કર્યા બાદ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન છે.

રાજ્યમાં આટલા મોટા કાંદા onion કોઈએ ઉગાડ્યા નથી

  • રાસાયણિક ખેતીમાં નિષ્ફળ જતાં ખેતી કરવાનું પડતું મૂકવાનું વિચાર્યા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળતાં મેં ફરી એકવાર ખેતી કરવાનું સાહસ કર્યું. મારા ખેતરમાં ક્ષાર હોવા છતાં પ્રાકૃતિક ખેતી તરીકે અન્ય પાક સાથે આંતર પાક તરીકે ડુંગળીનીonion ખેતી કરી હતી. માટે ત્યાં એક કિલોના વજનની અને સૌથી મોટા કદની એક ડુંગરીonion થાય છે.
  • પ્રાકૃતિક ખેતી તરીકે આજદિન સુધી આટલા મોટા કદના અને વજનના કાંદાનોonion ગુજરાતમાં કોઈ ખેડૂતે પાક નથી લીધો. સૌપ્રથમ વખત મારા ખેતરમાં આવા કાંદા થયા છે.

અન્ય ખેડૂતો માટે પણ ઉત્તમ દાખલો બેસાડ્યો છે

  • ક્ષારવાળી જમીનમાં ખેતી ન થવાની માનસિકતા જમીનને બંજર બનાવી રહ્યા છે. ત્યારે મારી પાસે પણ અરબી સમુદ્રના કાંઠે ક્ષારવાળી જમીન હતી. મેં એમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજી થકી સફળ ખેતી કરી છે.
  • સરસ ગામના ખેડૂત રાજદીપ પટેલે પ્રાકૃતિક ખેતી થકી એક કિલો વજન સાથે સૌથી મોટા કદની ડુંગળીનીonion ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે, ત્યારે આ પ્રાકૃતિક ખેતી થકી જ શક્ય થઈ શકે એમ છે.

તમે પણ આ વાંચી શકો છો-

UPI Transactions તમામ રેકોર્ડ તોડ્યા

તમે પણ આ વાંચી શકો છો-

Power Crisis:વિજળીની માગ વધી, કોલસાની અછત સર્જાય નહીં

SHARE

Related stories

Latest stories