HomeGujaratઆતંકી ઓસામા બિન લાદેન: Osama bin Laden :INDIA NEWS GUJARAT

આતંકી ઓસામા બિન લાદેન: Osama bin Laden :INDIA NEWS GUJARAT

Date:

આતંકી ઓસામા બિન લાદેન

Osama bin Laden:આંતકની વાત થતી હોય ત્યારે આતંકી ઓસામા-બિન-લાદેનનો નામ માનવતા નેવે મૂકે તેવા કૃત્યોની યાદ આપાવી જ દે.આપણા દેશમાં અનેકો વખત નાના મોટા આતંકી હમલા થયા છે.મુંબઈ બોમ્બ બ્લાસ્ટ,તાજ એટેક,અક્ષરધામ એટેક, કંદહાર પ્લેન હાઇજેક,દિલ્હી બ્લાસ્ટ,ઉરી હુમલો આવા ગણા ગાવ આપણે જેલ્યા છે.મહાસતા અમેરિકા ને પણ દશકાઓ સુધી ન ભુલાય તેવો આતંકી હુમલો અલકાયદા ના ચીફ ઓસામા બિન લાદેન દ્વારા અપાયો હતો.1957માં અમીર સાઉદી પરિવારમાં જન્મેલાં ઓસામા બિન લાદેનના પારિવારીક ઉછેર પરથી કોઈ એવું ન કહી શકે કે આ વ્યક્તિ ઈસ્લામી જેહાદનો સૌથી ખતરનાક આતંકી બનશે,માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં અફઘાનિસ્તાનમાં સોવિયેત આક્રમણના ખિલાફમાં લડવા માટે તે અફઘાન મુજાહિદ્દીનો હિસ્સો બન્યો હતો.ઓસામા બિન લાદેન માટે આ યુધ્ધ,કાફિરોને દૂર કરવા માટેનું એક ધર્મયુધ્ધ હતું. યુધ્ધની સમાપ્તિ પર બિન લાદેન જાંબાઝ મિલિટરી કમાન્ડર તરીકે નામના મેળવી ચૂક્યો હતો.આ યુદ્ધ માંથી જ તેણે અલ કાયદાનું નિર્માણ કર્યું. જે વિશ્વભર માટે આતંકી ગ્રુપ તરીકે જાણીતું થયું.આવા આંતકના આકાને અમેરિકી સેના એ 2 મે 2011 ના પાકિસ્તાનમાં તેના ઘરમાં ઘુસીને ખાત્મો બોલાવ્યો હતો.અને આંતકના અધ્યાય નો સમાપન કર્યો હતો.

2001 અમેરિકામાં આતંકી હુમલો

Osama bin Laden:અમેરિકા માં 11 સપ્ટેબર 2001 ના રોજ અમેરિકાના ચાર વિમાન હાઇજેક કરાયા એક પછી એક એમ બે વિમાનો વિશ્વ પ્રસિધ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ની બિલ્ડિંગમાં ટકરાયા તો અન્ય ત્રીજો વિમાનના સમાચાર
વોશિગ્ટનના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગન પર હુમલા ના આવ્યા ,આ આતંકી હુમલા એ વિશ્વ આખા ને આંતકવાદ પર વિચારવા મજબૂર કરી દીધું આ હુમલા ની જવાબદારી અલ-કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને સ્વીકારી આ હુમલા માં 77 દેશ ના નાગરિકો મૃત્યુ પામ્યા હતા.3000 જેટલા લોકો આ હુમલાઓ માં અંદાજીત મોત ને ભેટ્યા હતા.હાઇજેક કરેલા વિમાનો માં પ્રત્યેક માં અંદાજીત 10 હજાર ગેલન જેટલું ઈંધણ હતું.જે વિનાશક સાબિત થયું હતું. 2011 માં આ જગ્યા પર સ્મારક બનાવવામાં આવ્યું.અમેરિકા એ ઓસામા બિન લાદેન ને પકડવા 25 કરોડનું વળતર આપવાનું ઇનામ જાહેર કર્યું હતું.

અમેરિકાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો

Osama bin Laden:2 મે 2011ના રોજ અમેરીકન સૈન્યની SEAL ટુકડીના 6 કમાન્ડોએ ઓસામા બિન લાદેનના પાકિસ્તાન અટોબાબાદ ખાતેના ઘર પર છાપો મારી ઓસામા ના ઘર માં ઘૂસીને તેને માર્યો હતો. ધ રાઈસ એન્ડ ફૉલ ઑફ ઓસામા બિન લાદેન પુસ્તક અનુસાર લાદેનના ઘરના આંગણામાં સૂકાતા કપડાની સંખ્યાથી અમેરિકી સૈનિકોએ તેની ઓળખ કરીને તેને મારવામાં મદદ મળી હતી. આ પુસ્તક સીએનએનના રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક અને પૂર્વ સીએનએન પ્રોડ્યુસર પીટર બર્ગને લખી છે. આતંકી ઓસામા બિન લાદેન ના મોત બાદ તેના મૃતદેહને આશરે 136 કિલોમીટરની જંજીરથી બાંધીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

મુઠીભર પત્રકારો આતંકી ઓસામા બિન લાદેનનો ઇન્ટરવ્યુ કરી શક્યા

Osama bin Laden:સતત અન્ડર ગ્રાઉન્ડ રહેતા આતંકી ઓસામા નું પત્રકારો પણ ઇન્ટરવ્યુ કરવાનું ટાળતા હતા તેની દહેશત ના લીધે તેને માનવતા નો દુશ્મન પણ અમુક પત્રકારો એ ઉપનામ આપી ચુક્યા છે.1997 માં પશ્ચિમી જનરાલિસ્ટ પીટર બર્ગન રાત દિવસ ની મહેનત બાદ આતંકી ઓસામા નું ઇન્ટરવ્યુ કરવામાં સફળ રહ્યો હતો પીટર ને પાકિસ્તાન અફગાન બોડર પર તોરા બોરા ની પહાડી માં આપેલા ઇન્ટરવ્યુ માંજ ઓસામા બિન લાદેને અમેરિકી લોકો વિરુદ્ધ જંગ નો એલાન કરી દીધું હતું અને ચાર વર્ષ બાદ 2001 માં અમેરિકા પર આતંકી હુમલો કરી દીધો…

આ પણ વાંચી શકો :AAPના કાર્યકરોને ભાજપ કાર્યકરોએ માર માર્યો-India News Gujarat

આ પણ વાંચી શકો :ભાજપાના કાર્યકરોને વેકેશન :Gujarat Kamalam: INDIA NEWS GUJARAT

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories