HomeToday Gujarati NewsAAPના કાર્યકરોને ભાજપ કાર્યકરોએ માર માર્યો-India News Gujarat

AAPના કાર્યકરોને ભાજપ કાર્યકરોએ માર માર્યો-India News Gujarat

Date:

AAP ભાજપના કાર્યકરોની હાતાપાઇના વિડીયો વાયરલ થયા

AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. બપોરે ઉધના ભાજપ કાર્યાલય ખાતે AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ વધુ એક સ્થળે AAP ના કાર્યકરોને ભાજપ કાર્યકરોએ મારપીટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે.

ઉધના ભાજપ કાર્યાલય ખાતે દેખાવો કરવા જઇ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો, ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચેની બબાલ શાંત થયા બાદ છુટા છવાયા દેખાતા AAP કાર્યકરો પર પણ ભાજપના કાર્યકરો દ્વારા હુમલાનો પ્રયાસ કરાયાનો વિડીયો વાયરલ થયો છે.-India News Gujarat

  • છુટા છવાયા ફરતા જોવા મળેલા આપ કાર્યકરો પર હુમલો
  • પોલીસ દોડીને વચ્ચે પડી છતા મારપીટ કરવામાં આવી

આપ અને ભાજપના કાર્યકરો વચ્ચેની દુશ્મનાવટ વધી રહી છે

ઉધના ભાજપ કાર્યાલય કમલમ પાસે આપ અને ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચેની બબાલ બાદ ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યાલય નજીકથી પસાર થઇ રહેલા આપના કાર્યકરોને કેટલાક ભાજપના કાર્યકરોએ ઘેરી લીધા હતા. તેમજ તેમને મારપીટ કરી હતી. અચાનક જ ભાજપ કાર્યકરોએ કરેલા હુમલાથી આપના કાર્યકરોમાં દોડધામ મચી ગઇ હતી.

આ મારામારી જોઇને પોલીસ પણ દોડી આવી હતી જો કે, તેમ છતા પણ પોલીસની હાજરીમાં આપના કાર્યકરોને ભાજપ કાર્યકરોએ મારપીટ કરી હતી. આપ અને ભાજપના કાર્યકરો વચ્ચેની દુશ્મનાવટ વધી રહી છે અને ભાજપનો સ્હેજ પણ વિરોધ કરનારા ઉપર સીધો હુમલો કરી દેવામાં આવતો હોય છે. આવા સંજોગોમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિડીયો પણ વાયરલ થયો છે.-India News Gujarat

આપના કાર્યકરો સામે આવી જતા પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી

AAP અને BJP કાર્યકરો વચ્ચે ધીંગાણુ ખેલાયુ. ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને માર મારવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ AAPના કાર્યકરોને માર માર્યો હતો. ભાજપ અને આપના કાર્યકરો સામે આવી જતા પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો – SMC Tapi Riverfront:1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે

તમે પણ આ વાંચી શકો છો – Health Tip : Diabetes ના દર્દીઓને બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવા શું કરવું ? 

SHARE

Related stories

Latest stories