surat Diamond Bourse માં કસ્ટમ હાઉસને પ્રથમ ફેસની પરવાનગી આપી દેવામાં આવી
surat Diamond Bourseનું કામ હાલમાં અંતિમ તબક્કામાં છે અને આગામી દિવાળી તહેવાર સુધીમાં ધમધમતું કરી દેવામાં આવે તેવી શકયતા છે. જેને પગલે ડાયમંડ બુર્સના વેપારીઓને ધંધામાં કોઇ સમસ્યા ઉભી નહીં થાય તે માટે અત્યારથી જ કેટલીક કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત Diamond Bourseમાં કસ્ટમ હાઉસને પ્રથમ ફેસની પરવાનગી આપી દેવામાં આવી છે.
- મુંબઇ સ્થિત ભારત Diamond Bourseમાં ઓફિસ હોવી એ બાબત હીરા ઉદ્યોગકારો માટે ગૌરવની બાબત ગણાય છે. પરંતુ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત Diamond Bourse ભારત Diamond Bourseને ઝાખું પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે.
સુરત ડાયમંડ એસોસીએશનનાં(SDA) મેમ્બર હોય એ જ Diamond Bourseમાં ઓફિસ ખરીદી શકે જેથી હવે મુંબઇ , ભાવનગર,અમદાવાદથી પણ હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ એસોસિયેશનના સભ્ય (Member ) બન્યાં છે. સુરતના ખજોદ ખાતે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગના સ્વરૂપમાં સુરત ડાયમંડ બુર્સની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ રહી છે અને ગણતરીના મહિનાઓમાં આ પ્રોજેક્ટ ધમધમતો થઇ જાય તેવી ગણતરી વચ્ચે Diamond Bourse પ્રોજેક્ટની પોઝીટીવ અસરો સુરતના માર્કેટ પર જોવા મળી રહી છે.-India News Gujarat
- 15 માળના 9 ટાવરમાં 13મો માળ નહીં
- હીરા ઉદ્યોગકારો 13ના આંકડાને અપશુકનિયાળ ગણે છે
surat Diamond Bourse વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનવા જઈ રહ્યુ છે ત્યારે Diamond Bourse માં 15 માળના 9 ટાવરમાં 4,500 જેટલી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં 12 માળપછી સીધો 14મો માળ બનાવવામાં આવ્યો છે.પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાંપહોંચી શકાશે.
હીરા ઉદ્યોગકારો 13મો નંબર અપશુકનિયાળ હોવાનું મનાતા 13 માળ નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 15 માળના 9 ટાવરમાં 66 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થયું છે મહત્વનું છે કે Diamond Bourse બની જશે પછી તેમાં રોજના દોઢ લાખથી વધારે લોકો મુલાકાત લેશે તેવો મનાઈ રહ્યું છે બુર્સના મેઈન્ટેન્સ માટે 2000 લોકોથી વધારેનો સ્ટાફ એપોઈન્ટ કરાશે. -India News Gujarat
surat Diamond Bourseની ખાસિયતો
આ પ્રોજેક્ટની બાંધકામ લાગત આશરે રૂપિયા 2500 કરોડ છે.ચાર હજારથી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.16 માળના 9 ટાવરમાં 4500 ઓફિસ છે.પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાશે. તમામ ટાવરમાં 128 લિફ્ટ છે.16માં માળ પર 18 સેકન્ડમાં પહોંચી શકાય છે.અહી 1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ સાથે 46 હજાર ટન સ્ટીલનો વપરાશ થશે.એક જ જગ્યા પર અહી રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટના કારણે સુરતમાં બે લાખ કરોડનો વેપાર આવનાર દિવસોમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે.બિલ્ડિંગમાં આગ ઓલવવાની મશીનરી 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે.બિલ્ડિંગની ઈમારત ઉપર 400 કેવી સોલાર રૂફની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.જેથી વીજળી અને પાણીની મોટાપાયે બચત થઈ શકશે.-India News Gujarat
suratમાં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ
અહીં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનતા મુંબઈ અને વિદેશના વેપારીઓએ અહીં બુકિંગ કરાવ્યું જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણે ખૂણાથી જ્યારે બાયર્સ અહીં આવશે, ત્યારે જે MSME સાથે જોડાયેલા જે લોકો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે. ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે.
દેશ અને વિદેશના વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ સાકાર
દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને Diamond Bourse પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેની ઉપર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહી છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.-India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો: diamond industry માં મંદીની અસરને પગલે અઠવાડિયામાં બે દિવસની રજા શરૂ કરાશે
તમે આ પણ વાંચી શકો છો: bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે