હાર્દિક પટેલના “જયશ્રી રામ” હું તો કોંગ્રેસપક્ષમાં જ છું..
હાર્દિક પટેલ કોંગ્રેસપક્ષના કાર્યકારી પ્રમુખના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિના પ્રસંગે નૌતમસ્વામી સ્વામી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિમાં શ્રીરામ ધૂન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાધુ-સંતો સાથે કોંગ્રેસના આગેવાનો સાથે વિચાર વિમસ કર્યા બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં જ છું, અને કોંગ્રેસ પક્ષ સાથે કામ કરવા માગું છું, મને જો કૉંગ્રેસ પક્ષ કામની જવાબદારી આપશે તો તેજ ગતિથી કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.
નૌતમસ્વામીએ હાર્દિક પટેલને હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જોડાવવાની સલાહ આપી
હાર્દિક પટેલને નૌતમસ્વામીએ હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જોડાવવાની આપેલી સલાહ અંગે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે નૌતમસ્વામીએ તેમની લાગણી વ્યક્ત કરી છે.મેં ભગવાન શ્રીરામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.
નરેશ પટેલ કોંગ્રેસપક્ષ સાથે જોડાય :હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને રાજકારણમાં આવું જોઈએ… હું કોંગ્રેસ પક્ષમાં છું તો હું વિચારીશ કે નરેશભાઈ પણ કોંગ્રેસ સાથે જોડાય અને અન્ય લોકો પણ કોંગ્રેસ પક્ષ સાથે જોડાય એવી હું અપેક્ષા રાખું છું.
પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર :હાર્દિક પટેલ
હાર્દિક પટેલના કોરોના કાળમાં એક વર્ષ પહેલાં પિતાનું દેહાંત થયું હતું.તેમના નિધન બાદ હિન્દુસંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી હતી,પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો છે.હાર્દિક પટેલે આ પ્રસંગે પધારેલા સંતો મહંતો મહાનુભાવો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચી શકો :અત્યારે હું કોંગ્રેસમાં છું, કોઈક રસ્તો શોધવો પડશે – India News Gujarat
આ પણ વાંચી શકો :કોંગ્રેસમાં જોડાવાની ઓફર ઠુકરાવી – India News Gujarat