Koffee with Karan
Koffee with Karan – કરણ જોહર ‘Koffee with Karan’ની નવી સીઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ શોમાં અત્યાર સુધીમાં છ સફળ સીઝન જોવા મળી છે જેમાં લોકપ્રિય કલાકારો અને સેલેબ્સ તેમના અંગત જીવન વિશે વાત કરે છે. ઉલ્લેખનીય છે કે આ એક આવા પ્રકારનો હળવો મસ્તીખોર શો છે જેમાં હ્યુમર, ઈંટેલીજન્સ અને અનેક પ્રકારની ગોસીપ સામેલ છે જે લોકોને મનોરંજન પુરું પાડે છે. આમ કહી શકાય કે ‘Koffee with Karan’ ફરી એક વાર લોકો માટે આતુરતાથી રાહ જોવા માટેનો એક શો બની ગયો છે. Koffee with Karan, Latest Gujarati News
મુંબઈ પરત ફર્યા બાદ કરણ ચેટ શો પર કામ શરૂ કરશે
નવીનતમ અહેવાલો મુજબ, કોફી વિથ કરણ મે મહિનામાં પ્રસારિત થશે કારણ કે કરણ હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. મુંબઈ પરત ફર્યા બાદ કરણ ચેટ શોમાં પોતાનું કામ શરૂ કરશે. Koffee with Karan, Latest Gujarati News
આ હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે
અહેવાલો અનુસાર, કોફી વિથ કરણની તાજેતરની સીઝનમાં અક્ષય કુમાર, વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી જેવી સેલિબ્રિટી જોવા મળે તેવી અપેક્ષા છે. નવદંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ચેટ શોમાં આવવાની અપેક્ષા છે. Koffee with Karan, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – દિલ્હી અને પંજાબ વચ્ચે નોલેજ શેરિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા – India News Gujarat