Elon Musk દ્વારા Twitter: ખરીદવાથી CEO Parag Agrawal નારાજ, ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી-India News Gujarat
કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન પરાગ સામે અનેક સમસ્યાઓને લઈને સવાલો સામે આવ્યા હતા. આમાંથી એક કર્મચારીઓની છટણી અને કંપનીના બોર્ડમાં કાપનો પણ હતો. જોકે, પરાગે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
- ટેસ્લા(Tesla)ના કો – ફાઉન્ડર અને અમેરિકન ધનિક કારોબારી એલોન મસ્કે(Elon Musk) આખરે ટ્વિટર(Twitter) ખરીદ્યું છે પરંતુ તેમની 44 અબજ ડોલરની ડીલ ફાઇનલ થયા પછી ટ્વિટરના વર્તમાન સીઇઓ પરાગ અગ્રવાલ(Twitter CEO Parag Agrawal)ને આ ડીલ પસંદ આવી નથી.
- તેમણે કંપનીનું ભવિષ્ય અંધકારમય ગણાવ્યું હતું. ટ્વિટરના સીઈઓ (CEO) પરાગ અગ્રવાલે સોમવારે ટાઉન હોલમાં કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. એલોન મસ્કની(Elon Musk) ડીલનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, ‘આ સોશિયલ મીડિયા ફર્મનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે. ડીલ પૂર્ણ થયા બાદ આ પ્લેટફોર્મ કઈ દિશામાં જશે તે અમને ખબર નથી.હાલમાં આ કંપની અબજોપતિના હાથમાં છે.
- જો કે, કંપનીએ તેના કર્મચારીઓ માટે એક નોટ જારી કરીને કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્વિટરના નવા માલિકો તેમને મળશે. આ દરમિયાન એલોન મસ્ક કર્મચારીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે.
કર્મચારીઓમાં છટણીનો ડર
- કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન પરાગ સામે અનેક સમસ્યાઓને લઈને સવાલો સામે આવ્યા હતા. આમાંથી એક કર્મચારીઓની છટણી અને કંપનીના બોર્ડમાં કાપનો પણ હતો.
- જોકે, પરાગે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. મસ્ક(Elon Musk) ફ્રી સ્પીચ માટે પોતાનો ઇરાદો વ્યક્ત કરી ચુક્યા છે. તો શું ગત વર્ષે ટ્વીટર (Twitter)પર પ્રતિબંધ મુકાયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump )ફરી પાછા ફરશે? આના પર કર્મચારીના પ્રશ્ન સામે પરાગે કહ્યું અમને ખબર નથી કે ડીલ ફાઇનલ થયા બાદ આ પ્લેટફોર્મ કઈ દિશામાં જશે.
- તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે જ્યારે પણ તેમની મસ્ક (Elon Musk)સાથે વધુ વાત થશે ત્યારે તેઓ ચોક્કસપણે આ પ્રશ્ન ઉઠાવશે. તેમણે એમ પણ કહ્યું કે હાલ છટણી જેવી કોઈપણ યોજના પર વિચારણા કરવામાં આવી રહી નથી.
- કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય બ્રેટ ટેલરે જણાવ્યું હતું કે “આ ડીલ અમારી ટીમની ક્ષમતાઓને વધુ વધારવા માટે સેવા આપશે. આ પછી પણ કંપની ની સફળતા ચોક્કસપણે ચાલુ રહેશે.
ડીલ બાદ પરાગે ટ્વીટ કર્યું(Elon Musk)
- કંપનીના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટર બોર્ડના સભ્ય બ્રેટ ટેલરના ટ્વીટના જવાબમાં લખ્યું, “આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો એક હેતુ અને સુસંગતતા છે
- જે સમગ્ર વિશ્વને અસર કરે છે. અમને અમારી ટીમ પર ખૂબ ગર્વ છે અને તે કામથી પ્રેરિત છીએ જે મારા માટે ક્યારેય વધુ મહત્ત્વપૂર્ણ નથી. તેમના આ ટ્વીટના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પરાગ શરૂઆતથી જ મસ્કને(Elon Musk) ટ્વિટરના વેચાણની વિરુદ્ધ છે.
તમે આ પણ વાંચી શકો છો :IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી
તમે આ પણ વાંચી શકો છો :GOLD : વર્ષ 2022 માં સોનાની ચમક યથાવત રહેશે, જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન