HomeGujaratGood news for Surat People, RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વેઇટિંગ ઘટ્યું-India...

Good news for Surat People, RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વેઇટિંગ ઘટ્યું-India News Gujarat

Date:

RTO ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે વેઇટિંગ હવે લગભગ ઝીરો થઈ ગયું

Surat આરટીઓમાં(RTO)ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે વેઇટિંગ હવે લગભગ ઝીરો થઈ ગયું છે. જેનો મતલબ એ થયો કે હવે અરજી આપનારા વાહનચાલકનો તરત બીજા જ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નંબર આવી રહ્યો છે. નોંધનીય છે કે લોકડાઉન પહેલા પાલ આરટીઓમાં અઢી થી ત્રણ મહિના સુધીનું વેઇટિંગ રહેતું હતું.લોકડાઉન ખુલ્યા બાદ જ્યારથી બીજી વાર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી વેઇટિંગ ઘટીને એક મહિના પર આવી ગયું હતું.-India News Gujarat

વેઇટિંગ 90 દિવસ સુધી પહોંચી ગયું હતું

વેઇટિંગ પાછળનું કારણ એ હતું કે દરરોજ 150 ફોર વ્હીલર અને 250 ટુ વ્હીલર સહિત કુલ 400 વાહનોનો ટેસ્ટ લેવામાં આવતો હતો. ધારો કે વર્ષ 2019 માં, જો કોઈ વ્યક્તિ એપ્રિલ મહિનામાં કાયમી લાયસન્સ માટે અરજી કરે છે, તો જૂન અથવા જુલાઈ મહિનામાં તેનો નંબર લાગતો હતો. તેનું કારણ એ હતું કે ત્યાં જે 400 સ્લોટ હતા ત્યાં દરરોજ ટેસ્ટ માટે 800 અરજીઓ આવતી હતી. જેના લીધે બીજા દિવસે 400 અરજીઓ આગળ કરવામાં આવતી હતી.જે બીજા દિવસના ડ્રાઇવિંગ ટેસ્ટનું દબાણ વધારી દે છે. આમ કરવાથી વેઇટિંગ 90 દિવસ સુધી પહોંચી ગયું હતું.

ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેકમાં વધુ નિષ્ફળ થાય છે

સુરત આરટીઓ પાસે સેન્સર, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે. જેમાં ટેસ્ટ દરમિયાન થયેલી ભૂલો પકડી શકાય છે. જેના કારણે અરજદાર માટે પાસ થવું થોડું મુશ્કેલ બની જાય છે. જે બાદ હવે એજન્ટ મારફત બારડોલી અને આહવા સેન્ટર પર એ જ લોકો અરજી કરે છે.

આ અધિકારી બારડોલી, આહવા, નવસારીની મધ્યમાં એક ખેતરમાં બેસીને તેને કાગળો બતાવી અરજદારને મેદાનમાં પરિક્રમા કર્યા બાદ પાસ કરાવે છે અને આગામી 20 થી 25 દિવસમાં લાઇસન્સ ઈસ્યુ કરવામાં આવે છે. લોકો તે બાદ આરટીઓને બદલે આ કેન્દ્રો તરફ વાળવા લાગ્યા. જેના કારણે સુરત આરટીઓની ઓછી વેઈટીંગના કારણે અરજદારોને રોજેરોજ એપોઈન્ટમેન્ટ મળી રહી છે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: diamond industry માં મંદીની અસરને પગલે અઠવાડિયામાં બે દિવસની રજા શરૂ કરાશે

તમે આ પણ વાંચી શકો છો: bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories