HomeGujaratCardio arrestથી બેભાન થયેલી વ્યકિતનો CPR આપી જીવ બચાવી શકાય - India...

Cardio arrestથી બેભાન થયેલી વ્યકિતનો CPR આપી જીવ બચાવી શકાય – India News Gujarat 

Date:

Cardio arrestથી બેભાન થયેલી વ્યકિતનો CPR આપી જીવ બચાવી શકાય  – India News Gujarat  

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કાર્ડીયોપલ્મોનરી રિસસીટેશન CPR વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે મહાવીર હાર્ટ હોસ્પિટલના આઇસીયુ એન્ડ ઇમરજન્સી મેડીકલ ઓફિસર ડો. હેમાંગ વ્યાસે હાર્ટએટેક અને Cardio arrest વચ્ચેનો તફાવત સમજાવી અચાનક Cardio arrestને કારણે બેભાન થઇ જનાર વ્યકિતનો જીવ બચાવવા માટે કારગત સાબિત થનાર CPR  વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.- India News Gujarat

Cardio arrest વિશે શું કહ્યું ડો.હેમાંગ વ્યાસે- India News Gujarat 

ડો. હેમાંગ વ્યાસે જણાવ્યું હતું કે, હૃદય રકતને પમ્પીંગ કરીને સકર્યુલેશનનું કામ કરે છે. ફેફસા શ્વાસ લેતી વખતે ઓકિસજન અંદર લે ભરે છે અને કાર્બનને બહાર ફેકવાનું કામ કરે છે. જ્યારે બ્રેઇન આ બંને સિસ્ટમને કારણે કામ કરે છે. હૃદયના સ્નાયુમાં લોહી નહીં જવાને કારણે બ્લોકેજ થઇ જાય છે અને તેને કારણે હાર્ટએટેક આવે છે અથવા વ્યકિત Cardio arrestનો ભોગ બને છે. આવા સંજોગોમાં પાંચ મિનિટની અંદર તેના મગજ સુધી લોહી નહીં પહોંચે તો વ્યકિત બ્રેઇનડેડ થઇ શકે છે અથવા કોમામાં જવાની શકયતા વધી જાય છે. Cardio arrestને કારણે અચાનક બેભાન થઇ જનાર વ્યકિત માટે સમય જ મહત્વનો હોય છે. જો સમયસર તેને CPR મળી જાય તો તેનો જીવ બચી શકે છે અને હોસ્પિટલમાં પહોંચાડી અન્ય સારવાર આપી શકાય છે. હાર્ટએટેક આવવો અને Cardio arrestને કારણે અચાનક બેભાન થવું એ બંને બાબતો જુદી–જુદી છે. હાર્ટએટેક આવે ત્યારે વ્યકિતને છાતીમાં દુઃખાવો ઉપડે છે, એસીમાં પણ પરસેવે રેબઝેબ થઇ જાય છે, કોઇ પ્રકારનું દબાણ થતું હોય એવું લાગે છે અને ગભરામણ થાય છે ત્યારે વ્યકિતએ તુરંત જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ. જ્યારે Cardio arrest આવે ત્યારે વ્યકિત અચાનક બેભાન થઇ જાય છે અને આવી વ્યકિતને પાંચ મિનિટની અંદર પ્રાથમિક સારવાર નહીં મળી અથવા તેને ભાનમાં લાવવામાં નહીં આવે તો તેનું મૃત્યુ થવાની શકયતા વધી જાય છે. આથી Cardio arrestને કારણે બેભાન થયેલી વ્યકિતને લોકોએ તાત્કાલિક CPR આપવું જોઇએ. – India News Gujarat 

CPR કઇ રીતે આપી શકાય  – India News Gujarat 

CPR વિશે સમજણ આપતા તેમણે જણાવ્યું હતું કે,

  • Cardio arrestને કારણે બેભાન થયેલી વ્યકિતના છાતીના નીચે મધ્ય ભાગે સળંગ ૩૦ વખત બે ઇંચ સુધી પ્રેસ કરવાનું હોય છે
  • Cardio arrest આવે ત્યારે બે વખત મોઢાથી શ્વાસ આપવાનો હોય છે
  • કાય
  • Cardio arrestના દર્દી ભાનમાં આવ્યા બાદ વ્યકિતનો જીવ બચી જાય
  • Cardio arrestના દર્દી હોસ્પિટલમાં લઇ જઇને અન્ય સારવાર આપી શકાય છે.

ચેમ્બરના ઇલેકટ ઉપપ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ કાર્યક્રમનું સંચાલન કરી અંતે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન પણ કર્યું હતું. – India News Gujarat 

આપ આ પણ વાંચી શકો છોઃ-surat airport-સૌથી વ્યસ્ત એરપોર્ટની કેટેગરીમાં સુરતને 32મો ક્રમ

આપ આ પણ વાંચી શકો છોઃ-જાણો કઈ આદત અપનાવવાથી તમને Respect at home and in the office મળશે 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories