HomeGujaratSurat: VNSGU માં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ-India News Gujarat

Surat: VNSGU માં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ-India News Gujarat

Date:

Surat: VNSGU માં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા-India News Gujarat

પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે.

જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે.

  • ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર પેપર ફુટવાની ઘટના બની છે. સુરતની (Surat) વીર નર્મદ યુનિવર્સિટીમાં VNSGU (Veer Narmad University) બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ છે.
  • પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે
  •  વાડિયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફુટ્યુ હોવાનો દાવો એક સેનેટ સભ્યએ કર્યો છે.
  • સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે કે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ જ પેપર મળી ગયા હતા.
  • તેમજ ગઇકાલે જ પેપર ફુટ્યાની માહિતી મળી ગઇ હોવાનો આરોપ સેનેટ સભ્યએ લગાવ્યો છે

સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ

  • વીર નર્મદ યુનિવર્સિટીના(VNSGU) સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બી.કોમ સેમેસ્ટર-6નું ઇકોનોમિક્સ પેપર ગઇકાલે જ વાડિયાની વિમેન્સ(Wadia Womens)કોલેજમાંથી ફુટી ગયુ હતુ.
  • સેનેટ સભ્યએ એમ પણ જણાવ્યુ કે યુનિવર્સિટીમાં આ અંગેની તેમણે માહિતી આપી હોવા છતા પણ પેપર બદલાવવામાં આવ્યુ નથી.
  • પેપર ફુટી ગયુ છે તે જ પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવામાં આવ્યુ છે.
  • તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી નથી.
  • સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યુ કે યુનિવર્સિટીને તેમણે પેપર ફુટ્યુ હોવાના પુરાવા પણ આપ્યા હતા અને યુનિવર્સિટી તરફથી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતા વિદ્યાર્થીઓને આજે ફુટી ગયેલુ પેપર જ પરીક્ષામાં આપવામાં આવ્યુ છે

પેપર ખુલી ગયુ હતુ, ફુટ્યુ ન હતુ: કુલપતિ

  • બીજી તરફ વીર નર્મદ યુનિવર્સિટીના(VNSGU)  કુલપતિ કિશોરસિંહ ચાવડાએ પણ પરીક્ષાના એક કલાક પહેલા જ પેપરનુ પેક ખુલી ગયુ હોવાનો સ્વીકાર કર્યો હતો.
  • જો કે તેમણે કહ્યુ હતુ કે અમારી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યુ નહોતુ. આમ છતા આ પરીક્ષાને રદ કરીને આ અંગે વધુ તપાસ કરવાની ખાતરી યુનિવર્સિટીના કુલપતિએ આપી છે.
  • વીર નર્મદ યુનિવર્સિટીના(VNSGU) કુલપતિ કિશોરસિંહ ચાવડાએ એમ પણ કહ્યુ કે આજે સાંજે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
  • તો વાડિયા વિમેન્સ કોલેજ સામે પણ સમયસર જાણ ન કરવા બદલ કાર્યવાહી કરવાનું કુલપતિએ જણાવ્યુ હતુ.

તમે પણ આ વાંચી શકો છો –

Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે

તમે પણ આ વાંચી શકો છો –

PM Kisan Scheme : પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં

SHARE

Related stories

Latest stories