HomeGujaratDrugs in Surat :પત્ની અને સગર્ભા પુત્રી સાથે મુંબઈથી ડ્રગ્સ લઈને આવતો...

Drugs in Surat :પત્ની અને સગર્ભા પુત્રી સાથે મુંબઈથી ડ્રગ્સ લઈને આવતો શખ્સ ઝડપાયો-India News Gujarat

Date:

ડીસીબી પોલીસે કારમાં Drugs લાવી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો-India News Gujarat

ડીસીબી પોલીસે કપલેટા ચેક પોસ્ટ પાસેથી કારમાં ડ્રગ્સ (Drugs in Surat )લાવી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 100.260 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે (Surat DCB Police Arrest Drug Accused) કર્યું હતું. આરોપી સાથે તેની કારમાં પત્ની અને સગર્ભા પુત્રી પણ હતી અને તે મુંબઈ ખાતેથી એક ઇસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.-Latest Gujarati News

10.02 લાખની કિમતનું 100.260 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign ) શરુ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની(Surat Crime Branch ) ટીમને માહિતી મળી હતી કે એક ઈસમ કારમાં ડ્રગ્સ (Drugs case in Surat )લઈને સુરત આવી રહ્યો છે. કારમાં મહિલા પણ સવાર છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch )મહિલા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી અને કપલેટા ચેકપોસ્ટ પાસેથી કાર આંતરી હતી. પોલીસે કારચાલક રાંદેર રામનગરમાં રહેતા મોહમદ સિદ્ધિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલાની તલાશી લેતાં તેના ખિસ્સામાંથી 10.02 લાખની કિમતનું 100.260 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું.-Latest Gujarati News

કોઈને શંકા ન જાય તેવી તેને આશા હતી -India News Gujarat

આ ઉપરાંત કારમાં સવાર તેની પત્ની અને સગર્ભા પુત્રીની તલાશી પણ લેવાઈ હતી. પરંતુ તેઓની પાસેથી કંઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે કારચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેની સગર્ભા પુત્રીના સાસુની ખબરઅંતર પૂછવા મુંબઈ ગયો હતો અને ત્યાંથી રાજ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યો હતો. પત્ની અને પુત્રી સાથે હોઇ કોઈને શંકા ન જાય તેવી તેને આશા હતી. જેથી તે ડ્રગ્સ (Drug case in Surat )લઈને સુરત આવ્યો હતો.

વધુમાં ઝડપાયેલો આરોપી મોહમદ સિદ્ધિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલા સુરતમાં રીક્ષા ચલાવે છે. તે છેલ્લા બે મહિનાથી ડ્રગ્સ (Drug case in Surat ) લાવી વેચાણ શરુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે (Surat Crime Branch ) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ શરુ કરી છે.-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: Rainfall forecast in Surat: સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે વરસાદની આગાહી

તમે આ વાંચી શકો છો: Gold Silver Price In India: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories