HomeGujaratTextile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે-India News Gujarat

Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે-India News Gujarat

Date:

Textile Industry પર 12 ટકા GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે -India News Gujarat

  • એક હજાર રૂપિયાથી નીચેના ફૂટવેર (Footwear ) પરની ડ્યૂટીમાં વધારાએ પણ વિરોધને આમંત્રણ આપ્યું હતું.
  • જેના કારણે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક આગેવાને જણાવ્યું હતું કે, જીઓએમ હાલમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
  • કાપડ ઉદ્યોગ (Textile ) પર લાગુ કરાયેલા 12 ટકા જીએસટીને (GST)  ત્રણ મહિના સુધી મોકૂફ કરવામાં આવ્યો હતો.
  • ત્રણ મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ હવે આગામી જીએસટી કાઉન્સિલની (Council ) બેઠકમાં કાપડ ઉદ્યોગ પરના મોકુફ રખાયેલા 12 ટકા જીએસટી દરનો મુદો ફરી એકવાર ચર્ચાશે ત્યારે સુરતના વિવિધ સંગઠનોએ કાપડ ઉદ્યોગ પરનો પાંચ ટકા દર યથાવત રાખવાની માંગણી કરવાના છે.
  • વિગતો મુજબ તાજેતરમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ્સમાં ઇન્વર્ટેડ ડ્યુટી માળખું છેલ્લી બેઠકમાં મોકૂફ રાખવામાં આવ્યું હતું અને આગામી બેઠકમાં તેને ઉઠાવવામાં આવશે.

બેઠક પર ઉદ્યોગની નજર

  • જ્યારે રિવર્સ ડ્યુટીનો સામનો કરવો પડે છે – જ્યાં ફિનિષ્ઠ પ્રોડક્ટ પરનો દર કાચા માલ કરતા ઓછા ટેક્સ બ્રેકેટમાં હોય છે – ત્યારે સરકાર સામાન્ય રીતે ફિનિષ્ઠ પ્રોડક્ટ પરના દરમાં વધારો કરે છે. પરંતુ ટેક્સટાઇલ ડ્યુટીમાં વધારાને ઉદ્યોગ તરફથી સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
  • 1 હજાર રૂપિયાથી નીચેના ફૂટવેર પરની ડ્યૂટીમાં વધારાએ પણ વિરોધને આમંત્રણ આપ્યું હતું.
  • જેના કારણે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક આગેવાને જણાવ્યું હતું કે, જીઓએમ હાલમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ મુદાઓ માટે વિગતવાર પરામર્શની જરૂર છે અને GST કાઉન્સિલ તેની ભલામણો સાથે જીઓએમ માટે સમયમર્યાદા લંબાવી શકે છે.

રોલબેકથી સેક્ટરને ફાયદો થશે

  • કેટલીક Textile  પ્રોડન્ટ્સ પર પ્રસ્તાવિત GST દર વધારાના રોલબેકથી સેક્ટરને ફાયદો થશે, ત્યારે ટેક્સટાઇલ(Textile) સેક્ટરમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરની સમસ્યાઓનો ઉકેલ શોધવો જરૂરી બનશે.
  • અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અનન્વર્ટેડ ડ્યુટીના મુદાને ઉકેલવા માટે કાચા માલ પરના દરમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યો હતો, તેના બદલે દરમાં વધારો કરવામાં આવ્યો હતો.
  • જો કે, દર વધારાની સરખામણીમાં તે ફાયદાકારક પણ છે જેની સીધી અસર કિંમતો પર પડી હશે.
  • વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે રિવર્સ ડ્યુટીને સંબોધિત કરતી વખતે સખત સંતુલિત કાર્ય કરવું પડશે, વૈશ્વિક કોમોડિટીના વધતા ભાવો અર્થતંત્ર પર ફુગાવાના દબાણમાં વધારો કરશે.
  • આમ હવે GST કાઉન્સિલની બેઠક પર ઉદ્યોગની નજર છે. જોવાનું એ રહે છે કે વેપારીઓની માંગણી સામે હવે સરકાર કેવી રીતે આગળ વધે છે.

તમે પણ આ વાંચી શકો છો –

Opening Bell : Share Bazaar SENSEX 1000 અંક નીચે ખુલ્યો

તમે પણ આ વાંચી શકો છો –

GST Rates:GSTના દરમાં થઇ શકે છે ફેરફાર

SHARE

Related stories

Latest stories