BIG ANNOUNCEMENT OF RAJ THACKREY: 3 મેના રોજ પાર્ટી મહારાષ્ટ્રના મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને ‘આરતી’ કરશે
મહારાષ્ટ્રમાં અજાન અને હનુમાન ચાલીસાના વિવાદ વચ્ચે, રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે રાજ્યભરના તેમના સ્થાનિક મંદિરોમાં ‘મહા આરતી’ કરશે. આ આરતી લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવશે. આ સિવાય MNS પ્રમુખ રાજ ઠાકરે પણ આજે તેમની પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મેના અલ્ટીમેટમ, ઔરંગાબાદમાં 1 મેના રોજ પાર્ટીની બેઠક અને જૂનમાં અયોધ્યા યાત્રાના મુદ્દાઓ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે.
લાઉડ સ્પીકરના ઉપયોગ મુદ્દે આજે ડીજીપી બેઠક કરશે
જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગના મુદ્દે મહારાષ્ટ્રના ડીજીપી આજે તમામ પોલીસ કમિશનર, આઈજી અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.
આ પહેલા પણ રાજ ઠાકરેએ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
જણાવી દઈએ કે આ પહેલા રાજ ઠાકરેએ 17 એપ્રિલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવા સામે કોઈને વાંધો નહોતો. પરંતુ જો તમે (મુસ્લિમો) તે લાઉડસ્પીકર પર કરશો તો અમે પણ તેના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો નથી. 3જી મે પછી હું જોઈશ કે શું કરવું.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે