HomeEntertainmentMukesh Ambani Birthday : જાણો તેમના પરિવાર અને સફળતાની યશગાથા વિશે-India News...

Mukesh Ambani Birthday : જાણો તેમના પરિવાર અને સફળતાની યશગાથા વિશે-India News Gujarat

Date:

Mukesh Ambani Birthday : જાણો તેમના પરિવાર અને સફળતાની યશગાથા વિશે-India News Gujarat

  • Mukesh Ambani Birthday દેશના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણી(Mukesh Ambani) માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. આજે મુકેશ અંબાણીનો(Mukesh Ambani) જન્મ દિવસ છે.મુકેશ અંબાણીનો (Mukesh Ambani)જન્મ વર્ષ 1957માં યમન દેશના એડન શહેરમાં થયો હતો.
  • મુકેશ અંબાણીએ(Mukesh Ambani) લગભગ 27 વર્ષ પહેલા નીતા અંબાણી  સાથે લગ્ન કર્યા જે હવે તેમની બિઝનેસ પાર્ટનર પણ છે.

જાણો Mukesh Ambani અભ્યાસ વિશે 

  • મુકેશ અંબાણીએ(Mukesh Ambani) તેમનું સ્કૂલિંગ મુંબઈ શહેરની હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાંથી કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે વધુ અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.
  • જો કે, પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા વિના મુકેશ ભારત પરત ફર્યા અને 18 વર્ષની ઉંમરે તેના પિતાના વ્યવસાયમાં જોડાયા હતા.

વિશ્વના સૌથી પ્રખ્યાત અને સફળ બિઝનેસમેન Mukesh Ambani

  • હાલમાં તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન અને એમડી તરીકે કામ કરી રહ્યા છે. અંબાણીની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની કુલ સંપત્તિમાંથી ભારત સરકાર 20 દિવસ સુધી દેશ ચલાવવાનો ખર્ચ ઉઠાવી શકે છે.
  • મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમની પત્ની નીતા અંબાણી (Nita Ambani) પણ અનેક પ્રકારની ચેરિટી સાથે જોડાયેલા છે. મુકેશ અંબાણીની પુત્રી અને પુત્ર(Akash, Isha & Anant Ambani)એ પણ તેમનો બિઝનેસ સંભાળવાનું શરૂ કરી દીધું છે.

પિતાના અવસાન બાદ કામ પોતાનો  બિઝનેસ અલગથી સંભાળીયો 

  • મુકેશ અંબાણીના (Mukesh Ambani) પિતા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)ના અવસાન બાદ તેમનો બિઝનેસ તેમના બે પુત્રો વચ્ચે વહેંચાઈ ગયો હતો. ત્યારથી મુકેશ અંબાણી(Mukesh Ambani) અને અનિલ અંબાણી(Anil Ambani) પોતપોતાનો બિઝનેસ અલગથી સંભાળી રહ્યા છે.
  • ભારત પાછા ફર્યા પછી મુકેશે તેના પિતા સાથે રિલાયન્સ કંપનીનું કામ સંભાળવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની કંપનીએ પણ એનર્જી, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, ટેક્સટાઈલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું છે.

ભારતના એકમાત્ર એવા ઉદ્યોગપતિ Mukesh Ambani

  • મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારતના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેમને સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે.
  • ભારતની કુલ કર આવકના 5% મુકેશ અંબાણીની(Mukesh Ambani) કંપની દ્વારા કર ચુકવવામાં આવે છે. એટલું જ નહીં આપણા દેશના ઘણા લોકપ્રિય ઉદ્યોગપતિઓ જેમ કે આદિ ગોદરેજ, આનંદ મહિન્દ્રા અને આનંદ જૈન, કોઈ સમયે તેમના શાળાના સાથી હતા અને તેમની મિત્રતા આજે પણ છે.-latest news

તમે આ પણ વાંચી શકો છો –Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર

તમે આ પણ વાંચી શકો છો –Amarnath Yatra 2022: 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા

SHARE

Related stories

Latest stories